Salangpur Controversy: સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રોનો વકરેલા વિવાદનો ટૂંક સમયમાં ઉકેલ આવી શકે છે. આજે સરકાર અને સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ વચ્ચે થયેલી બેઠકને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. જે મુજબ સાળંગપુર હનુમાનજીની પ્રતિમા નીચેના વિવાદિત ચિત્રો આજે રાત્ર સુધીમાં હટાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓએ બેઠકમાં સરકારને આ ખાતરી આપી હતી. આજે રાત્રી સુધીમાં વિવાદિત ચિત્રો હટાવી લેવાની સરકારને ખાતરી અપાઈ હતી. 



 મુખ્યમંત્રી સાથે સંતોની થઈ હતી બેઠક


સાળંગપુર હનુમાનજી ભીંત ચિત્રોને લઈ ચાલી રહેલા વિવાદને લઈ આજે મુખ્યમંત્રી સાથે સંતોએ બેઠક કરી હતી. સંતોની બેઠકમાં હર્ષ સંઘવી , પ્રફુલ પાનસેરીયા પણ સામેલ થયા હતા. આ ઉપરાંત લાલજી પટેલ અને મથુર સવાણી પણ  ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ડૉ સંત વલ્લભ સ્વામી , વડતાળ મંદિરના કોઠારી સ્વામી, વિવેક સાગર સ્વામી , સાળંગપુરના કોઠારી સ્વામી અને સરધાર મંદિરના સંતો પણ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠક દોઢ કલાક ચાલી હતી.




સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોએ સરકારને શું આપી ખાતરી


સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોએ ઝઘડો આગળ ન વધારવા અને ભવિષ્યમાં આ પ્રકારનો વિવાદ ન થાય તેની ખાતરી આપી હતી. આ ઉપરાંત શાંતિ સલામતી જાળવી રાખવાની પણ ખાતરી આપી હતી. સરકાર સાથેની બેઠકમાં VHP તરફથી અશોક રાવલ, અશ્વીન પટેલ, સ્વામીનારાયણ સંપ્રદાયના પુરુષોત્તમચરણ શાસ્ત્રી, SGVPના બાલઅગમ સ્વામી, સનાતની ચૈતન્ય શંભુ મહારાજ, પરમાત્માનંદજી, શિવાનંદ આશ્રમના ટ્રસ્ટી જીતુભાઈ ચૌહાણ હાજર રહ્યા હતા.


સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો માફીપત્ર જાહેર કરેઃ જ્યોર્તિનાથ મહારાજ


જ્યોર્તિનાથ મહારાજે કહ્યું, VHP સમાધાન કરે તો પણ અમને સંતોષ નહીં થાય. અમને સંકલનમાં રાખીને VHP નિર્ણય કરે, અમારી હાજરી વગર સમાધાન મંજૂર નથી. અમારી માંગણીને લઈ કોઈ સ્પષ્ટતા નથી થઈ. અમારી માંગણી સંતોષાય તો જ સમાધાન થશે. સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો માફીપત્ર જાહેર કરે.


વડોદરાના દર્શન સ્વામીનું વિવાદાસ્પદ નિવેદન


સમાધાનની વાતોની વચ્ચે વડતાલના સાધુનું ઉશ્કેરણીજનક નિવેદન  સામે આવ્યું છે. વડોદરા ગુરૂકુળના દર્શન સ્વામીએ કહ્યું, ચલમ પિનારા સનાતનીની વાતો ન કરે. તારા જેટલા સંતો ભેગા થાય તો પણ સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી, અન્ય સંતો કરતા પહેલા અમે પહેલા સનાતની છીએ અને સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે.


બંગાળની ખાડીમાં લો પ્રેશર થયું સક્રિય, રાજ્યના આ વિસ્તારોમાં વરસાદની હવામાન વિભાગે કરી આગાહી