ગાંધીનગરઃ ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયા કોરોના સામે લડી રહ્યો છે. ત્યારે નવરાત્રિમાં નોમની રાત્રી પછી નીકળતી રૂપાલની પલ્લીને લઈને મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. આ વર્ષે કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે નવરાત્રીની જેમ પલ્લીનો મેળો પણ નહીં યોજાય.


જોકે, પરંપરા જાળવવા મંજૂરી મળશે તો માત્ર ધાર્મિક વિધિ પૂરતી પલ્લી નીકળશે. સરકારના નિયમો પ્રમાણે લોકોની હાજરીમાં પરંપરા પ્રમાણે વિધિ કરાશે. લોકોને એકત્ર થવામાં નહીં દેવામાં આવે. લોકો પણ પલ્લીમાં ભાગ લેવામાં નહીં આવી શકે. નિયત માર્ગે ફરી પરત મંદિરે પરત ફરશે.

નોંધનીય છે કે, દર વર્ષે પલ્લીમાં મોટી સંખ્યામાં લોકો જાડાય છે અને લાખો લિટર ઘીનો અભિષેક કરવામાં આવે છે. મહાભારતકાળથી ચાલતી આ પરંપરા જળવાય તે માટે પૂર્ણ ધાર્મિકવિધી સાથે પ્રતિકાત્મક પલ્લી ગ્રામજનોની હાજરીમાં જ ગામમાં નિકળે તેવી ભક્તોની લાગણી છે. જો કે, આ બાબતે કલેક્ટર દ્વારા નિર્ણય લેવાનો બાકી છે. આ પહેલા પલ્લીના વિવિધ મંડળો અને ગ્રામજનો સાથે વહિવટીતંત્રની ખાસ બેઠક પણ બોલાવાશે.