વસાવાએ રાજીનામાનો નિર્ણય લેતાં પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. વસાવાએ આ પત્રમાં પોતાના મતવિસ્તારમાં લોકો જન આંદોલનની તૈયારી કરી રહ્યા હોવાની ચેતવણી આપી હતી. ઈકો-સેન્સિટિવ ઝોનના બહાને આદિવાસીઓની માલિકીની જમીનમાં સરકારી દખલગીરીના કારણે લોકોમાં ભારે ગુસ્સો અને નારાજગી હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.
વસાવાએ મોદીને લખેલો આખો પત્ર આ પ્રમાણે છે.