આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર, ત્રણ માર્ચે રજૂ થશે બજેટ
આવતીકાલથી ગુજરાત વિધાનસભાનુ બજેટ સત્ર શરૂ થશે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 31 માર્ચ સુધી ચાલશે.
આ વિધાનસભા સત્ર તોફાની બની રહે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે કેમકે, વિપક્ષ બેરોજગારી, પેપરલીક, કાયદા વ્યવસ્થા ઉપરાંત અન્ય મુદ્દાઓને લઇને સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે આ સત્ર મહત્વનું છે. કોગ્રેસે કહ્યુ હતું કે વિધાનસભાનું લાઇવ પ્રસારણ થાય તો સરકારની વાહવાહી થાય નહીં. સલાહકાર સમિતિની બેઠકમાં સરકાર-વિપક્ષ વચ્ચે સહમતિ સધાઇ નહોતી
બ્રેકગ્રાઉન્ડ
આવતીકાલથી ગુજરાત વિધાનસભાનુ બજેટ સત્ર શરૂ થશે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 31 માર્ચ સુધી ચાલશે. બજેટ સત્રમાં કુલ 25 બેઠક મળશે. નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ 3 માર્ચે વર્ષ 2022-23નુ બજેટ રજૂ કરશે. જ્યારે સત્રના પ્રથમ દિવસે રાજયપાલ સંબોધન કરશે. ત્રણ બેઠક રાજ્યપાલના ભાષણ પર ચર્ચા થશે. પુરક માંગણીઓ અને તેના પર ચર્ચા બે બેઠક ફાળવાઈ છે. બજેટ પરની સામાન્ય ચર્ચા ચાર બેઠકમાં કરાશે. અલગ અલગ વિભાગની માંગણીઓ પર ચર્ચા અને મતદાન માટે 12 બેઠક રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -