હાલ ગુજરાતમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે ગુજરાત સરકારે સચિવાલયના ક્લાસ 1ના કુલ 84 અધિકારીઓની બદલી કરી છે. આ આદેશમાં એડિશનલ સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી અને ડેપ્યુટી સેક્રેટરી, અન્ડર સેક્રેટરીની બદલીઓ કરવામાં આવી છે. આ 84 અધિકારીઓ પૈકી 24 અધિકારીઓની બદલી કરવામાં આવી છે જ્યારે 60 ઉપ સચિવ અધિકારીઓની નાયબ સચિવ તરીકે બઢતી આપીને તેમની બદલી કરવામાં આવી છે.


બદલી કરવામાં આવેલ આદેશ પ્રમાણે, અધિક સચિવ કે.બી.શાહને માર્ગ મકાન વિભાગમાં બદલી કરવામાં આવી છે. જ્યારે બી.એન.એરડાની નર્મદા નિગમમાં બદલી કરવામાં આવી છે. આર.એમ.છત્રપતિની સ્પીપા અમદાવાદમાં બદલી કરાઈ છે. વી.ટી.મંડોરાની પાણી પૂરવઠામાં બદલી કરાઈ છે. ડી.બી.પરમારની સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં બદલી કરાઈ છે.

એમ.ડી.શાહની ઉદ્યોગ અને ખાણવિભાગમાં બદલી કરાઈ છે. એ.એન.મનસુરીની મહેસૂલ વિભાગમાં બદલી કરાઈ છે. એમ.એચ.ખુમારની રમતગમત, યુવા-સાંસ્કૃતિક વિભાગમાં બદલી કરાઈ છે. ભરત વૈષ્ણવની ગૃહ વિભાગમાં બદલી કરાઈ છે. એચ.બી.મારડીયાની પંચાયત-ગ્રામ ગૃહ નિર્માણ વિભાગમાં બદલી કરાઈ છે.