ગાંધીનગર: હાલમાં રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પ્રવાસે છે. આ દરમિયાન તેમણે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરી હતી. આ મિટિંગ અંદાજે સાડ ત્રણ કલાક ચાલી હતી. હજુ થોડીવાર પહેલા જ આ બેઠક પૂર્ણ થઈ છે. બેઠક પૂર્ણ થતા અમિત શાહ પ્રધાનમંત્રી આવાસથી  રવાના છે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ પણ પ્રધાનમંત્રી આવાસથી રવાના છે. જો કે, આ બેઠક ક્યા સંદર્ભે થઈ હતી તેની માહિતી સામે આવી નથી.


વિશ્વમાં ફરી કોરોનાએ માંથુ ઉચક્યું છે અને નવા આંકડા લોકોને ડરાવી રહ્યા છે. હવે કોરોનાનો નવો વેરિએન્ટ  JN.1 સામે આવ્યો છે. તો બીજી તરફ ગુજરાતમાં પણ કોરોનાએ ફરી એન્ટ્રી કરી છે. કેરળના પ્રવાસે ગયેલા મહેસાણાના બે વ્યક્તિ કોરોના પોઝિટિવ થયા છે. મહેસાણા તાલુકાના દેદીયાસણ ગામના બે વ્યક્તિનો રિપોર્ટ પોઝિટીવ આવતા તંત્ર એલર્ટ થયું છે. 42 વર્ષીય પુરુષ અને 40 વર્ષીય સ્ત્રીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહેસાણા જિલ્લામાંથી કેરળના પ્રવાસે ગયેલા ત્રણ પૈકી બેનો રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચ્યો છે. હાલમાં કોરોના પોઝિટિવ દંપત્તિને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. કોરોના પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોનું ટ્રેસિંગ શરૂ કરાયું છે.


અમદાવાદમાં કોરોનાના હાલ 7 પોઝિટિવ કેસ છે. 15 વર્ષ થી 60 વર્ષના દર્દીઓ હાલ કોવિડ પોઝિટિવ છે. 7 માંથી 5 વિદેશ પ્રવાસ કરીને પરત આવેલા દર્દીઓ છે. 3 પુરુષ, 4 મહિલા કોવિડ પોઝિટિવ છે. નોંધનીય છે કે તમામ દર્દીઓ પશ્ચિમ અમદાવાદ રહેવાસી  છે. હાલ તમામ દર્દીઓ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને તમામના જીનોમ સિક્વસન્સ માટે સેમ્પલ મોકલવામાં આવ્યા છે. જેનો 28 તારીખ સુધી રિપોર્ટ આવે તેવી શક્યતા છે. જોધપુર, પાલડી, અને ઘાટલોડિયા વિસ્તારમાં કોરોના સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે.


ગાંધીનગરમાં પણ આજે મળ્યો વધુ એક કોરોના કેસ


ગુજરાતમાં કોરોના વાયરસે ફરી દેખા દિધી છે જેના પગલે સમગ્ર રાજ્યમાં ફફડાટ ફેલાયો છે. પાટનગર ગાંધીનગરમાં આજે વધુ એક કોરોના કેસ મળ્યો છે. સેકટર-3માં રહેતા 57 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગઈકાલે ગાંધીનગરના સેક્ટર-6માં રહેતી 57 અને 59 વર્ષીય બે મહિલા દક્ષિણ ભારતના પ્રવાસમાં જઇને આવ્યા બાદ કોરોના સંક્રમિત થઇ હતી. જે બાદ આરોગ્ય તંત્ર આ બંન્ને કેસને લઇને દોડતું થયું હતું. બન્ને પોઝિટિવ બહેનોને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવી છે ત્યારે પ્રવાસમાં ગયેલી અન્ય પ્રવાસીઓને સ્ટ્રેસ કરવાનું કામ પણ ગાંધીનગર કોર્પોરેશનની સાથે જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. દેશમાં કોરોના ફરી એક વખત પગ પસારી રહ્યો છે. દેશના જુદા-જુદા રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. કોવિડ-19નો નવો વેરિયન્ટ JN-1ને કેરળમાં સમર્થન મળ્યા બાદ સરકાર સમગ્ર દેશમાં એલર્ટ મોડમાં છે.