ગાંધીનગરઃ ઠાકોર સેનાએ એક તરફ વ્યસન મુક્તિનું અભિયાન શરૂ કર્યુ છે ત્યારે બીજી તરફ ગાંધીનગરમાં સ્વામિનારાયણ ધામમાં બોલતા મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું છે વ્યસન મુક્તિ પડકાર છે. ગુજરાત વ્યસન સંતોની ભૂમિ હોવાના કારણે બચ્યુ છે. પંજાબ ડ્રગ્સનો શિકાર છે.


સ્વામીનારાયણ ધામમાં સંબોધન કરતા વિજય રૂપાણીએ વ્યસન મુક્તિ પર બોલ્યા હતા. ગુજરાત સ્વામી નારાયાણ ભગવાનનું છે વ્યસન મુક્તિ આજના યુવાનો માટે પડકાર છે. ગુજરાત સંતોના કારણએ બચ્યું છે. સીએમે પંજાબનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, પંજાબ ડ્રગ્સથી પીડાઇ રહ્યું છે. યૂનિવર્સિટી ડ્રગ્સના અડા બની રહ્યા છે. સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, સરકાર પ્રજા સાથે છે. વ્યસનમુક્તિ આજના સમયની આવશ્યક્તા છે. દારૂ કે ડ્રગ્સના વેપાર કરતા કોઇને છોડવામાં નહિ આવે.

સીએમ વધુમાં જમાવ્યું હતું કે, હું અહીં આશિર્વાદ લેવા માટે આવ્યો છું. સીએમ રૂપાણી 14 નવેમ્બરથી જેડ્રીંક મેડિકલ સ્ટોર ઉભા કરવાની જાહેરાત કરી હતી. જેમાં સસ્તા ભાવે ગરીબોને દવા મલે તે માટે આવનારા દિવસોમાં સરકાર નવી હેલ્થ પોલીસી લાવી રહી છે. આ પોલીસી અનુસાર ગુજરાતમાં સુપર સ્પેશિયાલિસ્ટ હૉસ્પિટલ પણ ઉભી કરવામાં આવશે.