ગાંધીનગરઃ  ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. આજે પણ કચ્છ જિલ્લાનું નલિયા સૌથી ઠંડુંગાર રહ્યું હતું. નલિયામાં ચાર ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. તો ગાંધીનગરમાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.ભૂજ અને ડીસામાં ઠંડીનો પારો 9 ડિગ્રી પર પહોંચ્યો હતો તો અમદાવાદમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

Continues below advertisement


હવામાન વિભાગના અનુસાર આગામી પાંચ દિવસ કડકડતી ઠંડી પડશે. હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થતાં રાજ્યમાં ઠંડીનું જોર વધશે.


Uttarayan Festival 2023: મહેસાણામાં ચાઇનીઝ દોરીએ 4 વર્ષીય બાળકીનો લીધો જીવ, પરિવારનું આક્રંદ


Uttarayan Festival 2023: મહેસાણામાં ચાઇનીઝ દોરીએ 4 વર્ષીય બાળકીનો જીવ લીધો છે. વિસનગરના કડા દરવાજા નજીકની આ ઘટના સામે આવી છે. 4 વર્ષીય માસૂમ દીકરીનું ચાઈનીઝ દોરી વાગતાં મોત થતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. માતા બાળકીને તેડીને જતી હતી એ વખતે ચાઇનીઝ દોરી બાળકીના ગળામાં વાગી હતી. કિસ્મત ઠાકોર નામની બાળકીનું તહેવારના ટાણે જ મોત થતા શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.


 ગૃહમંત્રી અમિત શાહે વેજલપુરમાં પતંગ ચગાવી


દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે પોતાના પત્ની સાથે વેજલપુર વિસ્તારમાં ઉતરાયણની ઉજવણી કરી પતંગ ચગાવ્યો અને બે પતંગ કાપી પણ ખરી. વેજલપુર વિસ્તારના બળીયાદેવ મંદિર પાસે આવેલ વિનસ પાર્ક લેન્ડ એપાર્ટમેન્ટમાં અમીત શાહ પોતાના પત્ની સાથે ઉતરાણની ઉજવણી કરવા પહોંચ્યા હતા. જ્યાં તેમનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું. 


સોસાયટીમાં ઊભા કરેલ પતંગ ફીરકીના સ્ટોરમાં ફીરકીની પૈસા આપી ખરીદી પણ કરી હતા. જે પછી બાજુમાં રહેલ શાકભાજીની લારી પરથી તેમની પત્નીએ ઊંધિયું બનાવવા માટેની સામગ્રીમાં ઉપયોગ થતી શાકભાજીની ખરીદી પણ કરી. બાદમાં પતંગ ચગાવવા માટે ટેરેસ પર પહોંચ્યા. અમિત શાહ અંદાજે અડધો કલાક જેટલો સમય ટેરેસ પર રોકાયા હતા. અમિત શાહ ટેરસ પર પહોંચતા આજુબાજુ ટેરેસ પર રહેલા લોકોએ તેમનું અભિવાદન ઝીલ્યું હતું. ટેરેસ પર અમીત શાહ સાથે એલિસ બ્રિજના ધારાસભ્ય અમીત શાહ અને સાબરમતીના ધારાસભ્ય હર્ષદ પટેલ વાતચીત કરતા જોવા મળ્યાં. બાદમાં ગૃહમંત્રીએ પતંગ ચગાવવાનો આનંદ પણ મળ્યો.


શરૂઆતમાં એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે તેમની ફીરકી પકડી બાદ પછીથી ગૃહમંત્રીના પત્નીએ ફીરકી પકડી. બે પતંગ ચગાવ્યા બાદ અમિત શાહનો પતંગ કપાઈ ગયો. પતંગ ચગાવ્યા બાદ સોસાયટીની મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ ઊંધિયું પણ અમિત શાહને પીરસવામાં આવ્યું અને ઊંધિયાનો સ્વાદ માણ્યો હતો. અમિત શાહની સાથે ટેરેસ પર અમદાવાદ શહેરના ધારાસભ્ય જીતુ પટેલ સહિત નરોડાના પૂર્વ ધારાસભ્ય અને મંત્રી માયાબેન કોડનાની પણ જોવા મળ્યા