ગાંધીનગરઃ લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે ગુજરાતમાં છ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. તેમાં જૂનાગઢ, રાજકોટ અને પાટણની સીટ સામેલ છે. આ સાથે જ કોંગ્રેસે 50 ટકા જેટલી સીટ પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. આ પહેલા કોંગ્રેસ 6 ઉમેદવારોના નામ જાહેર કરી ચૂક્યું છે.



કોંગ્રેસે જે છ સીટ પર ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. તેમાં રાજકોટ-લલિત કગથરા, જુનાગઢ – પુંજા વંશ, વલસાડ- જીતુ ચૌધરી, પોરબંદર-લલિત વસોયા, પંચમહાલ-વી.કે. ખાંટ, પાટણ- જગદીશ ઠાકોરનો સમાવેશ થાય છે.



અત્યાર સુધીમાં કોંગ્રેસ દ્વારા ગુજરાત માટે 13 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ પૂર્વ પર રાજુ પરમાર, વડોદરામાં પ્રશાંત પટેલ, આણંદમાં ભરતસિંહ સોલંકી, કચ્છથી નરેશ મહેશ્વરી, નવસારીથી ધર્મેશ પટેલ, છોટાઉદ્દેપુરમાં રણજીત રાઠવાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું.