ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય સી.જે. ચાવડાને કોરોના થયો છે. તેમના પત્નીને કોરોનાનો ચેપ લાગ્યા પછી તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. ફાલ્ગુનીબેન ચાવડા પશુપાલન નિયામક છે. તેમણે લક્ષણો જણાતાં કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો હતો. પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવતાં ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય સી. જે. ચાવડા હોમ ક્વોરન્ટાઇન થયા હતા. તેમજ તેમનો રિપોર્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યો છે. તેઓ અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર લેશે.
અગાઉ સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારને કોરોના પોઝિટિવ આવ્યા પછી તેમના પત્નીને પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અગાઉ કેતન ઇનામદારના પુત્ર, ભાઈના પુત્ર અને ભાઈના પત્ની અને ભાણીયો તેમજ કેતન ઇનામદારના ડ્રાઇવરને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. નોંધનીય છે કે, 20મી જુલાઇએ કેતન ઇનામદારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ધારાસભ્ય પોતાના ઘરે જનતા દરબાર ભરતા હતા. ધારાસભ્ય કેતન ઇનામદાર ઘરમાં ક્વોરન્ટાઈન થયા છે. જ્યારે 21મી જુલાઇએ તેમનો 19 વર્ષીય પુત્ર પણ કોરોના સંક્રમિત થયો હતો.
અગાઉ ભાજપના જગદીશ પંચાલ, બલરામ થાવાણી, કિશોર ચૌહાણ, રમણ પાટકર, વી.ડી. ઝાલાવાડીયા કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. જ્યારે કોંગ્રેસના ઇમરાન ખેડાવાલા, ગેનીબેન ઠાકોર, ચિરાગ કાલરિયા, રઘુભાઈ દેસાઇ પણ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.
કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય કોરોના પોઝિટિવ, ઉચ્ચ અધિકારી પત્નીને કોરોના થતાં લાગ્યો ચેપ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Aug 2020 02:43 PM (IST)
ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય સી.જે. ચાવડાને કોરોના થયો છે. તેમના પત્નીને કોરોનાનો ચેપ લાગ્યા પછી તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. ફાલ્ગુનીબેન ચાવડા પશુપાલન નિયામક છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -