ગાંધીનગર: વિધાનસભા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી છે. કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડાએ ચૂંટણી લડવાને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ગાંધીનગર ઉત્તરની વિધાનસભાથી હું ચૂંટણી નથી લડવાનો. ભવિષ્યમાં લોકસભાની ચૂંટણી લડવી હશે તો લડીશ. સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં પક્ષ કહેશે તો ચૂંટણી લડીશ. પાર્ટી આદેશ કરશે તો વિજાપુરથી ચૂંટણી લડવાની મારી પ્રથમ પ્રાયોરીટી રહેશે. અન્ય બીજી પ્રાયોરિટી સાબરકાંઠાની હિંમતનગર રહેશે. જો કે હજુ ચૂંટણીની તારીખ પણ જાહેર નથી થઈ ત્યાં જ ટિકિટ અને ચૂંટણી લડવાને લઈને નેતાઓના નિવેદનો આવવા લાગ્યા છે.


જરાત વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો


ગુજરાતના રાજકારણને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટ્રાયબલ પાર્ટી હવે કોંગ્રેસ સાથે ગઠબંધન કરી શકે છે. નોંધનિય છે કે,  1લી મેના દિવસે AAP અને BTP વચ્ચે ગઠબંધન થયું હતું. જો કે, થોડા દિવસોમાં જ  AAP અને BTPનું ગઠબંધન તૂટી ગયું. AAP સાથેના ગઠબંધનથી રાજકીય નુકશાન થવાનો BTPને ગર્ભિત ભય  હોવાની વાત સામે આવી છે. કેટલીક બેઠકો હારવાના ડરથી BTPએ ગઠબંધન તોડ્યું. આગામી સમયમાં BTP કોંગ્રેસ સાથે ગઠબંધન કરી શકે છે.


શું અમદાવાદમાં આમ આદમી પાર્ટીની ઓફીસ પર પોલીસે કરી રેડ?


ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે તુતુ મેમે શરૂ થઈ ગયું છે. હવે આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે, પોલીસ દ્વારા અમદાવાદ ખાતે અમારી ઓફીસ પર રેડ કરી છે. આ અંગે આપ નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું, મોટા નેતાઓના કહેવાથી અમારી ઓફીસ પર પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી. આ મામલે ઈસુદાન ગઢવી ટ્વીટ પર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ રિટ્વીટ કર્યું હતું,


આપના નેશનલ જોઇન્ટ સેક્રેટરી ઈશુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ કરી
ઈસુદાન ગઢવીએ કહ્યં કે, ગુજરાતમાં આપનો ગ્રાફ વધતા ભાજપ ગભરાયું છે. 27 વર્ષના ભાજપના શાસનનો અંત આવવા જઈ રહ્યો છે. અમારી પેટા ઓફિસે પોલીસના જવાનો પહોંચ્યા હતા. લેપટોપ, ડેટા અને ડાયરી પોલીસે ચેક કરી. 1થી દોઢ કલાક સુધી પોલીસ અમારી ઓફિસમાં રેડ કરી. અનઓફિસિયલ રેડ હશે, કેમકે ભાજપની સ્ટાઈલ છે. અમારી ટીમે પૂછ્યું ત્યારે પોલીસનું આઇકાર્ડ પણ બતાવ્યું હતું. મનીષ સિસોદિયા અને કેજરીવાલ ઉપર રેડ કરી હતી. અરવિંદ કેજરીવાલના બેડરૂમ સુધી સીબીઆઈ પહોંચી હતી. પોલીસ કહે છે કે, કોઈ રેડ નહોતી. પોલીસને દિલ્હીથી દબાણ આવતું હશે, અમે સમજીએ છીએ. આમ આદમી પાર્ટીની બીજી ઓફિસમાં પણ આવીને રેડ કરો. રેડ કરો છો તો જાહેર કરો. અમારી અલગ અલગ જગ્યાએ ઓફિસ છે. કોઈના બાપની જાગીર નથી આ દેશ.



આપના પ્રમુખ ગોપાલ ઇટાલિયાનું નિવેદન


આ અંગે ગોપાલ ઈટાલીયએ કહ્યું કે, ગઈકાલે રાત્રે 8:30 કલાકે કેટલાક પોલીસવાળા ગયા હતા. હિતેશભાઈ, પરસભાઈ નામના પોલીસકર્મી હતા. નવરંગપુરા પોલીસ મથકના પોલીસ કર્મી હતા. ડી સ્ટાફના માણસો હતા. અમે પોલીસને લેખિત રજૂઆત કરીશું કે સીસીટીવી ચેક કરાવે. ભાજપના કહેવાથી ટ્વીટ કરીને ખુલાસો પોલીસ કરે છે તે નહિ ચાલે. જો આ બંને લોકો પોલીસના કર્મચારી નથી તો તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવે. જો કે, દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ટ્વીટ સામે અમદાવાદ પોલીસે પણ ટ્વીટ કર્યું છે. અમદાવાદ પોલીસે કહ્યું કે, ગઈકાલે આમ આદમી પાર્ટીની ઓફિસે પોલીસે રેડ કરી છે તેવા સમાચાર સોસીયલ મીડિયા દ્વારા જાણવા મળેલ છે. આવા પ્રકારની કોઈ પણ રેડ શહેર પોલીસે દ્વારા કરવામાં આવી નથી.