ગાંધીનગરઃ વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. કોરોના પોઝિટિવ આવતાં ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં ગેનીબેન ઠાકોર સારવાર લઈ રહ્યા હતા. ગેનીબેન ઠાકોરનો આજે રિપોર્ટ નેગેટીવ આવતા હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ગેનીબેન ઠાકોર તેમના સમર્થકોનો આભાર માન્યો હતો.


નોંધનીય છે કે, ભાજપ અને કોંગ્રેસના કેટલાય ધારાસભ્યો કોરોનાની ચપેટમાં આવ્યા છે. જેમાંથી મોટાભાગના ધારાસભ્યો સ્વસ્થ પણ થઈ ગયા છે. અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, ચિરાગ કાલરિયાને પણ કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે. જ્યારે ભાજપના જગદીશ પંચાલ, કિશોર ચૌહાણ, બલરામ થાવાણીને પણ કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે.

કોંગ્રેસના ટોચના નેતા ભરતસિંહ સોલંકીને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે અને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. તેમની તબિયતમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે. ગેનીબેન ઉપરાંત ભાજપના રાજ્યકક્ષાના મંત્રી રમણ પાટકરને પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે હાલ સારવાર હેઠળ છે.