કોંગ્રેસના કયા ધારાસભ્યએ વિધાનસભા અધ્યક્ષને આપ્યું રાજીનામુ, જાણો વિગતે
abpasmita.in | 08 Mar 2019 01:33 PM (IST)
ગાંધીનગરઃ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભૂકંપ આવ્યો છે, કોંગ્રેસના એક ધારાસભ્યએ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપી દીધુ છે. સુ્ત્રો અનુસાર મળતી માહિતી અનુસાર, કોંગ્રેસના દિગ્ગજ નેતા અને માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ વિધાનસભા સ્પીકરને રાજીનામુ આપી દીધુ છે. શા માટે રાજીનામુ આપ્યુ છે તેની હજુ સુધી કોઇ વિગતવાર માહિતી મળી શકી નથી. સુત્રો અનુસાર, જવાહર ચાવડા ભાજપમાં જોડાઇ શકે છે. લોકસભા પહેલા કોંગ્રેસને આ મોટો ઝટકો, આ અગાઉ આશાબેન પટેલ અને કુંવરજી બાવળીયા પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવી ચૂક્યા છે. જવાહર ચાવડાના રાજીનામા અંગે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ શું કહ્યું માણાવદરના કોંગ્રેસી ધારાસભ્ય રહેલા જવાહર ચાવડા ભાજપમાં સામેલ થઇને મંત્રી પદે બેસી શકે છે