ગાંધીનગરઃ ગુજરાત કોંગ્રેસને લોકસભા પહેલા મોટો ઝટકો લાગ્યો છે. માણાવદરના કદાવર નેતા અને પાર્ટીના દિગ્ગજ નેતા જવાહર ચાવડાએ રાજીનામુ આપી દીધુ છે.


જવાહર ચાવડાએ બપોરે 1.10 કલાકે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને લેખિતમાં રાજીનામુ આપી દીધી હતુ, ત્યારબાદ અટકળો છે કે ભાજપ જોઇને કરીને મંત્રીપદના શપથ લઇ શકે છે.




સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, માણાવદરના કોંગ્રેસી ધારાસભ્ય જવાહર ચાવડા બપોરે 3 કલાકે કમલમ ખાતે પહોંચશે. ભાજપ જોઇને કરીને સાંજે 4 વાગે મંત્રીપદના શપથ લઇ શકે છે.



નોંધનીય છે કે, લોકસભા પહેલા ગુજરાત કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે, પહેલા કુંવરજી બાવળીયા અને બાદમા આશાબેન પટેલ કોંગ્રેસ છોડીને ભાજપની સાથે આવી ચૂક્યા છે.