Loksabha Elections 2024: લોકસભાની આગામી ચૂંટણી પહેલાં કોંગ્રેસ સંગઠન મજબૂત કરશે. બુધવાર અને ગુરુવારે ગુજરાત કોંગ્રેસના સંગઠન અંગે દિલ્હીમાં ચર્ચા થશે. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા દિલ્હી જશે. આવતીકાલે બંને નેતા ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી મુકુલ વાસનિકની કેન્દ્રીય નેતૃત્વ સાથે બેઠક થશે. શહેર અને જિલ્લા કોંગ્રેસના સંગઠન અંગે આવતીકાલે દિલ્હીમાં ચર્ચા થશે. કેટલીક જગ્યાએ મોટાપાયે ફેરફાર તો ક્યાંક સામાન્ય ફેરફારની શક્યતા છે. ગુરુવારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ સંગઠન અંગે બેઠક મળશે.


આગામી વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણી પહેલા નેતા, કાર્યકરોએ પક્ષ પલટો શરૂ કર્યો છે. સુરત જિલ્લામાં કોંગ્રેસ અને આપમાં ભૂકંપ આવ્યો હોય તેમ બંને પક્ષના થઈ 700 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. બારડોલી વિધાનસભા 2022 AAPના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકી તેમજ ઉમરપાડા તાલુકા કોંગ્રેસ નેતા હરીશ વસાવા પણ ભાજપમાં જોડાયા હતા. પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા હતા. સી આર પાટીલે તમામ કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા. માંગરોળના વાંકલ ખાતે યોજાયેલા મન કી બાત કાર્યક્રમમાં કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ચૂંટણી ટાણે જ કોંગ્રેસ અને આપના કાર્યકરો ભાજપમાં જોડતા સુરત જિલ્લામાં રાજકીય ભૂકંપ આવ્યો હતો.


ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષો પોતાના પક્ષને લગતા કામોને વધુ સરળ બનાવવા માટે કમર કરી રહ્યાં છે. લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ પક્ષને મજબૂત બનાવવા પર કામ શરૂ કરી દીધુ છે, અને સાથે સાથે પક્ષ વિરોધી ગતિવિધિઓ પર પણ નજર રાખવામાં આવી રહી છે, આ અંતર્ગત આજે ભરૂચમાંથી બે મોટા નેતાોને પક્ષમાથી સસ્પેન્ડ કરવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે, આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાને મજબૂત કરવા માટે કામ શરૂ કરી દીધુ છે. હાલમાં જ ભરુચમાંથી આમ આદમી પાર્ટીના નેતા સાદિક લવલી અને ઝહીરૂદ્દીન શેખને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કહેવાઇ રહ્યુ છે કે, સાદીક લવલી અને ઝહીરૂદ્દીન શેખને પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ સસ્પેન્ડ કરવામા આવ્યા છે. સાદિક લવલી પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. 


આ પણ વાંચોઃ


શ્વાસ લેવામાં થઈ રહી છે પરેશાની? પ્રદૂષણમાં શ્વાસની બીમારીથી બચવું હોય તો અપનાવો આ ટિપ્સ