ગાંધીનગરઃ ગુજરાત સરકારે કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટેની તૈયારી કરી લીધી છે. આ અંગે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરીષદ યોજી હતી. જેમાં મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે,  કોરોનાના 1 અને 2 વેવ સામે ઝઝુમી રહ્યા છીએ. સેકન્ડ વેવમાં આટલા બધા કેસ આવશે તેણી કલ્પના ન હતી. કેસો વધતા નાની મોટી સમસ્યાઓ પણ થઈ. આપણે ઝડપી નિર્ણયો કરીને કોરોનાંને કાબુમાં લીધો. ધારણા છે કે ત્રીજી વેવ આવશે. તેની તૈયારીઓ કરી લીધી છે. કોરોનાં પતી ગયો છે એવું આપણે માનતા નથી.


શું છે એક્શન પ્લાન?



- ત્રીજા વેવમાં મ્યૂટેન પર નજર રાખવી
- ત્રીજા વેવ માટે ફીડબેક ઇન્ટેલિજન્સ બનાવાશે, નાના ગામડાઓમાં પણ ધ્યાન અપાશે.
- વેન્ટિલેટર,ડોકટર, નર્સ અને અન્ય સ્ટાફની સંખ્યા કઈ રીતે વધારવી તેનું ધ્યાન રખાશે
- બેડની અવેલીબિટીની માહિતી સેન્ટ્રલ કરવામાં આવે જેથી દર્દીને મદદ પહોંચી શકે
- ટેલી મેડિશન માટે વ્યવસ્થા કરવી, હોસ્પિટલમાં પૂરતી વ્યવસ્થા કરવી
- સૌથી વધુ કેસ આવ્યા એનાથી વધુ આવે તો પણ તૈયારી રાખવી
- કોરોનાની સારવાર માટે 1800 જેટલી હોસ્પિટલનો સમાવેશ થાય છે તે 2400 કરવો
- ICU 15000 બેડ હતા તેમાં વધારો કરવો
- પીડિયાટ્રિક વેન્ટિલેટરની સંખ્યા વધારવી
- પૂર્વ તૈયારી માટે હોસ્પિટલમાં ચાઈલ્ડ ફ્રેન્ડલી વોર્ડ તૈયાર કરાશે
- ચાઈલ્ડ ફ્રેન્ડલી વોર્ડ માટે ડોક્ટર સ્ટાફને ટ્રેનિંગ અપાશે
- દોઢથી બે ગણા સ્ટાફની બીજા વેવમાં જરૂર પડી હતી તે માટે સ્ટાફની ભરતી કરાશે
- રાજ્ય કક્ષાનું સર્વેલન્સ બનાવીને તમામ જિલ્લામાં વોચ રખાશે
- દરેક એમ્બ્યુલન્સ કન્ટ્રોલ રૂમ સાથે કનેક્ટ કરાશે
- લોકોને દર્દીઓની ઓનલાઈન માહિતી મળી શકે તેવી વ્યવસ્થા કરાશે
- હવે બી જે મેડિકલ કોલેજમાં પણ લેબ ઉભી કરાશે
- દરેક જિલ્લામાં નાના સેન્ટરમાં પણ RTPCR ના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે
- દરેક જિલ્લાની હોસ્પિટલમાં CT સ્કેનની વ્યવસ્થા કરાશે
- ધન્વંતરી અને સંજીવની રથનો વ્યાપ વધારવામાં આવશે


ત્રીજી લહેર માટે આપડે એકશન પ્લાન બનાવી દીધો છે. કોરોનાંની ત્રીજી લહેર અંગેનો એક્શન પ્લાન આજે જાહેર કરવામાં આવશે. ત્રીજી વેવ આવે જ નહીં તૈ માટેના પગલઓ લેવાના છે અને જો આવે તો તે તેને કાબૂમાં લેવાની તૈયારીઓ કરી લીધી છે. ત્રીજી વેવ કેવી હશે તૈનો આધાર વેક્સિન, લોકોનો વ્યવહાર, બીજા રાજ્યોમા વાઇરસનો પ્રકોપ આ બાબત ધ્યાને લેવામાં આવશે.


નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ત્રીજી વેવ માટે અનેક ચર્ચાઓ બાદ આ તૈયારીઓ કરી છે. કોર ગ્રુપ મા અમે આ તૈયારીઓ કરી છે. ત્રીજી વેવ આવે કે ન આવે રાજય સરકાર નું આયોજન ઓછું ન હોવું જોઈએ. આખા દેશમાં નિયમિત રીતે ગુજરાત રાજ્યમાં કોર ગ્રુપ મળે છે. કહેવાતા સંભવિત થર્ડ વેવ અંગે કોઈ રાજ્યે તૈયારીઓ ન કરી હોય તેવા ઘણા રાજ્યો છે. પણ આપણે તૈયારીઓ કરી લીધી છે. સંભવિત ત્રીજી વેવમાં કેટલા કેસ આવશે તે કોઈ કહી શકતું નથી.ત્રીજી વેવની તૈયારીઓ અંગેનો આ એક સંભવિત અંદાજો છે. આ બધુ જ અનુમાન છે. સંભવિત સંખ્યાનાં આધારે અમે આ રોડ મેપ તૈયાર કર્યો. ગયા વખત ઉણપ રહી ગઇ હતી કે દર્દીનાં સગાને પથારી શોધવામાં દોડાદોડી કરવી પડી હતી.


ઓક્સિજનની અછત ન સર્જાય તે માટે બધી તૈયારીઓ આપણે કરવા લાગ્યા છીએ. ભારત સરકારે પણ GST દર ઘટડ્યો છે. એમ્બ્યુલન્સનાં દરમા પણ ઘટાડો થશે તેનાં જીએસટી દર ઘટ્યા છે. વેંકસિન લીધાં બાદ ચુંબકીય તત્વ જોવા મળતું હોવાની ઘટવાની પર સીએમે પ્રતિક્રિયા આપતાં કહ્યુ આવા કિસ્સાઓ એકલ દૌકલ જ છે. ઓક્ટોબર નવેમ્બર મહિનામાં ત્રીજો વેવ આવે તેવું અનુમાન લગાવાંય રહ્યુ છે. આ બધી જ તૈયારીઓ કરવા માટે 3 મહિનાનો સમય છે. સૌથી ખરાબ હાલ થાય તેનો અંદાજ લગાવીને તૈયારીઓ કરી રહ્યાં છીયે.


તૈયારીઓનું ઇંફાસ્ટ્રકચર જે તૈયાર કરી રહ્યા છીએ જે આરોગ્ય વિભાગની કામગીરીમાં આજે નહીં તો કાલે કામમાં આવશે એટલે જે ખર્ચ કરી રહ્યા છીએ તે વ્યય નહીં થાય. ડોક્ટરો અને અન્ય નર્સિંગ સ્ટાફનાં સંભવિત ફિગરનાં આધારે મેડીકલ પેરા મેડીકલ સ્ટાફ વધારવાનું અનુમાન કર્યું છે.