ગાંધીનગરઃ રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં વધુ એક કોરોના પોઝિટિવ દર્દી મળી આવ્યો છે. વિદેશી ડેલિગેશનનો વધુ એક વિદ્યાર્થીનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો છે. કંબોડિયા દેશના 18 વિદ્યાર્થીઓ 25 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં રોકાયા હતા. એક વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ આજ ગ્રુપમાંથી વધુ એક વિદ્યાર્થી કોરોના સંક્રમિત મળી આવ્યો છે.રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના પ્રોફેસર સહિતના 18 વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. હાલ બધા જ વિધાર્થીઓને ઇન્ફોસિટીમાં આવેલ હોટલમાં રાખવામાં આવેલ છે.
Heeraben Modi Health: PM મોદીના માતા હીરાબાની તબિયતમાં સુધારો, આવતીકાલ સુધીમાં કરાશે ડિસ્ચાર્જ
Heeraben Modi Health: પીએમ મોદીના માતા હીરાબાની તબિયતને લઈને અપડેટ સામે આવ્યં છે. તેમની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે અને આવતીકાલ સુધીમાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવી શકે છે. હીરાબાના ખબરઅંતર પૂછવા માટે સીએમ યુએન મેહતા હોસ્પિટલ પહોંચ્યા છે.
હાલ 6 તબીબોની ટીમ હીરાબાની સારવાર કરી રહી છે. આજે હીરાબાને એક દિવસ માટે ઓબ્ઝરવેશનમા રખાશે.
નોંધનીય છે કે, ગઈકાલે હીરાબાની તબિયત બગડતા તેમને યુએન મેહતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યામાં હતા. હોસ્પિટલમાં દાખલ કરવાના સમાચાર મળ્યા બાદ પીએમ મોદી ખુદ અમદાવાદ માતાના ખબરઅંતર પુછવા માટે આવ્યા હતા. તેઓએ અહીં ડોક્ટરો પાસેથી માતાની તબિયત વિશે તમામ વિગતો મેળવી હતી અને અંદાજે સવા કલાક રોકાયા બાદ તેઓ ફરી દિલ્હી જવાના રવાના થયા હતા.
હીરાબાની નાદુરસ્ત તબિયતને લઈ વડનગરના હાટકેશ્વર મંદિરમાં પૂજા કરાઈ હતી. હીરાબાના સ્વાસ્થ્યને લઈ હાટકેશ્વર મંદિર ખાતે વિષેશ પૂજા અર્ચના કરવામાં આવી. હીરાબાના દીર્ઘ આયુષ્ય ને લઈ રુદ્રાભિષેક, રુદ્રિય પાઠ કરવામાં આવ્યો.
ગઈકાલે હીરાની નાદુરસ્ત તબિયતના સમાચાર વહેતા થતા જ એક પછી એક નેતાઓની પ્રતિક્રિયા આવવાની શરુઆત થઈ હતી. રાહુલ- પ્રિયંકા ગાંધીથી લઈ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને આપના ઈશુદાન ગઢવીએ ટ્વીટ કર્યુ હતું. હોસ્પિટલમાં અહીં એક પછી એક ધારાસભ્યો હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. આ ઉપરાંત પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા હતાં.
રાહુલ- પ્રિયંકા સહિત અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી
કોંગ્રેસના રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પીએમ માટે ટ્વીટ કરી હતી. રાહુલ ગાંધીએ લખ્યુ છે કે માતા અને પુત્ર વચ્ચેનો પ્રેમ અનંત અને અનમોલ છે. મોદીજી, આ મુશ્કેલ સમયમાં મારો પ્રેમ અને સમર્થન તમારી સાથે છે. હું આશા રાખું છું કે તમારી માતા જલ્દી સ્વસ્થ થઈ જાય. પ્રિયંકા ગાંધીએ લખ્યુ હતુ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માતાની તબિયત ખરાબ હોવાના સમાચાર મળ્યા છે. આ ઘડીમાં આપણે બધા તેની સાથે છીએ. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તે જલ્દી સ્વસ્થ થઈ જાય.