ભાવનગરમાં કોરોના બોમ્બ ફૂટ્યો છે. એકસાથે નવા 17 પોઝિટિવ કેસ નોંધાતાં તંત્ર હચમચી ગયું છે. એકસાથે નવા 17 કેસ એક દિવસમાં નોંધાયા હોવાની ભાવનગર માટે પ્રથમ ઘટના છે. એક જ દિવસમાં આટલા બંધા કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. 17 નવા કેસ અંગે મનપા કમિશનર એમ.એ. ગાંધીએ સત્તાવાર રીતે માહિતી આપી છે.

સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ભાવનગરમાં નવા 17 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. મહાનગરપાલિકા વિસ્તારમાં એકસાતે નવા 17 કેસ નોંધાતાં તંત્રમાં હડકંપ મચી ગયો છે. 17 નવા કેસ સાથે ભાવનગરનો કુલ આંકડો 73 પર પહોંચ્યો છે.

ભાવનગરમાં હાલ 73 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે અત્યાર સુધીમાં 5 લોકોનાં મોત નિપજ્યાં છે જ્યારે 23 લોકોને સ્વાસ્થ થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.