ગાંધીનગરઃ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પોતાની નવી ટીમની જાહેરાત કરી છે. જેમાં સાત ઉપપ્રમુખ, પાંચ મહામંત્રી અને 8 મંત્રીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સીઆર પાટીલે પોતાની ટીમમાં 6-6 મહિલાઓને સ્થાન આપ્યું છે.
આ 6 મહિલાઓમાંથી વઢવાણના પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશીની ઉપપ્રમુખ, કૌશલ્યાકુંવરબા પરમારની ઉપપ્રમુખ તરીકે, જ્યારે શિતલબેન સોની(નવસારી), નૌકાબેન પ્રજાપતિ, જ્હાનવીબેન મુકેશભાઈ વ્યાસ(નડીયાદ) અને કૈલાશબેન અર્જુનભાઈ પરમાર(દાહોદ)ની પ્રદેશ મંત્રી તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
સીઆર પાટીલે ઉપપ્રમુખ તરીકે ગોરધન ઝડફિયા, જયંતિભાઈ કવાડીયા સહિત સાતની નિમણૂક કરી છે. ભીખુભાઈ દલસાણીયાને ભાજપ સંગઠન મહામંત્રી તરીકે ચાલુ રખાયા છે. સુરેન્દ્રભાઈ પટેલને પ્રદેશ કોષાધ્યક્ષ અને ધર્મેન્દ્રભાઈ શાહને પ્રદેશ સહ-કોષાધ્યક્ષ બનાવાયા છે.
CR પાટીલની નવી ટીમ જાહેરઃ જાણો કેટલી મહિલાઓને મળ્યું સ્થાન? કયા હોદ્દા પર થઈ નિમણૂંક?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Jan 2021 06:32 PM (IST)
સી.આર. પાટીલે પોતાની નવી ટીમની જાહેરાત કરી છે. જેમાં સાત ઉપપ્રમુખ, પાંચ મહામંત્રી અને 8 મંત્રીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સીઆર પાટીલે પોતાની ટીમમાં 6-6 મહિલાઓને સ્થાન આપ્યું છે.
ફાઇલ ફોટો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -