Gandhinagar news:  ગુજરાત ભાજપના ધારાસભ્યો સાથે આજે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ડિનર ડિપ્લોમસી યોજશે. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે રાત્રે પાટીલનો ભોજન સમારંભ યોજાશે. રાજ્યસભાની ચૂંટણીને લઇ ધારાસભ્યોને ગાંધીનગરમાં રહેવાની સૂચના આપવામાં આવી છે. ચૂંટણી ન યોજાવાની શક્યતાના પગલે સી આર પાટીલ ભોજન સમારંભ યોજશે.


લોકસભાની આગામી ચૂંટણી માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મેદાને


2024 લોકસભાની ચૂંટણીને લઈ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ મેદાને આવ્યા છે  ગાંધીનગર લોકસભાની અંદર આવતા પદાધિકારીઓ સાથે આજે મુખ્યમંત્રીની બેઠક યોજાશે. જેમાં તમામ 7 વિધાનસભાના ધારાસભ્યોને બેઠકમાં હજાર રહેવા સૂચના આપવામાં આવી છે. આજે બપોરે મુખ્યમંત્રી યોજાશે ગાંધીનગર લોકસભાની બૃહદ બેઠક યોજશે. આજની બેઠકમાં મતદાર નોંધણી ઝુંબેશ, મતદાન મથકોમાં થનારા ફેરફાર અંગે ચર્ચા થશે. ઉપરાંત બેઠકમાં ગાંધીનગર લોકસભા-હરીયાળી લોકસભા માટે વધુ વૃક્ષો રોપવા લક્ષ્યાંક આપવામાં આવશે. બેછકમાં ગાંધીનગર લોકસભામાં રહેતાં શહેર તેમજ જીલ્લાના પદાધિકારીઓ હાજર રહેશે. તમામ 7 વિધાનસભા સીટના પ્રભારીઓ, તમામ 7 વિધાનસભા સીટના બી.એલ.ઓઓ પણ બેઠકમાં હાજર રહેશે. તમામ વોર્ડ - મંડળના પ્રમુખો - મહામંત્રીઓ અને તમામ કાઉન્સિલરો તેમજ જીલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલ સભ્યો હાજર રહેશે.




ગુજરાતમાંથી વધુ એક બિનગુજરાતી જઇ શકે છે રાજ્યસભામાં


ગુજરાતમાંથી વધુ એક બિન ગુજરાતીને રાજ્યસભાની ટિકિટ મળે તેવી સંભાવના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાત ક્વોટામાંથી વધુ એક બિન ગુજરાતીને રાજ્યસભાની ટિકિટ મળી શકે છે.  NDAના ઘટક પક્ષ પૈકી એક પક્ષના નેતા ગુજરાતમાંથી રાજ્યસભામાં જઈ શકે છે. લોકસભાની આગામી ચૂંટણી પહેલાં ભાજપ NDAને વધુ મજબૂત કરવા માંગે છે. 24મી જૂલાઈએ યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરવા ગુરુવાર છેલ્લો દિવસ છે. રાજ્યસભા માટે વિદેશ મંત્રી એસ જયશંકરે ઉમેદવારી નોંધાવતા હજુ બે ઉમેદવારો બાકી છે. બુધવાર સાંજ સુધીમાં બાકી રહેલા બે ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે. સૂત્રોના દાવા મુજબ એક ગુજરાતી અને એક બિનગુજરાતી ઉમેદવાર હોઇ શકે છે. ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠકો માટે આાગમી 24મી તારીખે ચૂંટણી યોજાશે.  એસ. જયશંકરે બીજી વખત ગુજરાતમાંથી રાજ્યસભા ઉમેદવારી નોંધાવી હતી. ભાજપે રાજ્યસભામાં એસ જયશંકરને રિપિટ કર્યા છે. રાજ્યસભાની 24મી તારીખે ચૂંટણી પૂર્ણ થયા બાદ તે દિવસે જ પાંચ વાગ્યે મતગણતરી હાથ ધરવામાં આવશે. ગુજરાતની ત્રણ બેઠક સહિત રાજ્યસભાની કુલ 10 બેઠકો માટે 24મી જૂલાઈએ ચૂંટણી યોજાશે.


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial