ગાંધીનગરઃ આજે ગુજરાતમાં ઇન્ટર્ન ડોક્ટર્સ સ્ટાઇપેન્ડ વધારાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે. ત્યારે ઇન્ટર્ન ડોક્ટર્સની હડતાળ મુદ્દે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે ઇન્ટર્ન ડોક્ટર્સની હડતાળને ગેરવ્યાજબી જણાવી હતી. તેમેજ સ્ટાઇપેન્ડ મુદ્દે હૈયાધારણા પણ આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે, ઈન્ટર્ન ડોક્ટરોની ફરજિયાત 1 વર્ષ સેવા લેવામાં આવે છે. ઈન્ટર્નશિપનો સમયગાળો કાયદા મુજબ પૂર્ણ કરવો જરૂરી છે. ડોક્ટરોએ રજુઆત કરી હતી, તેમને થોડા સમય રાહ જોવા જણાવ્યું હતું. આજની તેમની હડતાળ ગેરવ્યાજબી છે. સરકારી હોસ્પિટલોમાં ખાનગી કોલેજના ડોક્ટર પાસે 1 લાખ રૂપિયા લઈ ઈન્ટર્નશિપ કરવા મંજૂરી આપવામાં આવે છે. સરકારી કોલેજના ઈન્ટર્ન ડોક્ટરને સરકાર 12 હજાર સામેથી સ્ટાઈપેન્ડ આપે છે.
તેમણે ઉમેર્યું હતું કે, દર્દીઓના સારવારની જરૂરિયાતના સમયે ડોક્ટરોની આ હડતાળ અયોગ્ય છે. ડોક્ટરો બિનશરતી સેવાઓમાં જોડાશે, તો આગામી સમયમાં તેમના સ્ટાઈપેન્ડ અંગે યોગ્ય નિર્ણય કરવામાં આવશે.
નીતિન પટેલે ઇન્ટર્ન ડોક્ટર્સની હડતાળ મુદ્દે શું આપ્યું મોટું નિવેદન? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Dec 2020 04:44 PM (IST)
આજની તેમની હડતાળ ગેરવ્યાજબી છે. સરકારી હોસ્પિટલોમાં ખાનગી કોલેજના ડોક્ટર પાસે 1 લાખ રૂપિયા લઈ ઈન્ટર્નશિપ કરવા મંજૂરી આપવામાં આવે છે. સરકારી કોલેજના ઈન્ટર્ન ડોક્ટરને સરકાર 12 હજાર સામેથી સ્ટાઈપેન્ડ આપે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -