ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી દૈનિક કેસો 1300ને પાર થઈ ગયા છે. ત્યારે કેટલાય શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉન લાદવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાત સરકારમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યમાં ફરીથી લોકડાઉન લાદવાની ચાલી રહેલી અફવાનું ખંડન કર્યું છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, દુકાનો બંધ રાખવાનો જે નિર્ણય કરે છે, એ એમની રીતે કરે છે. રાજ્ય સરકાર તરફથી કોઈ સૂચના આપવામાં આવતી નથી. દુકાનો અડધો દિવસ ખુલ્લી રાખવી કે પછી કેટલો સમય બંધ રાખવી તેનો નિર્ણય વેપારીઓ-એસોસિએશનો સ્વૈચ્છિક રીતે લે છે. આજના તબક્કે રાજ્યમાં ફરીથી લોકડાઉન લાદવાની કોઈ પણ પ્રકારની વિચારણા કરવામાં આવી નથી.