ગાંધીનગરઃ નીતિન પટેલે નારાજગી મુદ્દે પુછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, બીલકુલ નહીં, યે આપ સબ લોગ બનાતે હો ઔર આપ સબ હી યે બડી બડી બાતે રખતે હો. જબ નામ ચલતા થા તબ ભી ચલા દીયા. નહીં હુઆ તો ભી ચલા દીયા. અબ મંત્રી મંડલ કી બાત કરેંગે. મંત્રી બનને કે બાદ કીસ કો કૌન સા ડિપાર્ટમેન્ટ દેંગે ઐસી ભી બાત ચલાયેંગે. યે તો આપકા વ્યવસાય હૈ. લેકિન હમારી ભારતીય જનતા પાર્ટી ઇસ પ્રકાર કા સંગઠન હૈ ઔર મેં આજકલ કા નહીં, મૈને બાર બાર બોલા હૈ, મૈં અઠારા સાલ કા થા તબ સે જનસંઘ સે લેકે આજદીન તક બીજેપી કા કાર્યકર હું ઔર રહુંગા. કોઈ સ્થાન, જગહ મિલે કી ન મિલે, ઓ બડી બાત નહીં હૈ. લોગો કો પ્રેમ, સ્નેહ ઔર સન્માન વો હી બડી બાત હૈ. ઔર હમારી હી સબ ભાઈ, સબ બહને, જીસકો ભી જો સ્થાન મીલતા હૈ, વો હમારે હી હૈ.
તેમણે જણાવ્યું હતું કે, હું નારાજ નથી. હું અમિત શાહનું સન્માન કરવા માટે એરપોર્ટ પર પણ જવાનો છું. બધાને બધું મળે એવું ક્યારેય બનતું નથી. અમે પણ કઠિન નિર્ણયો લીધા છે, નગરપાલિકા હોય કે કોર્પોરેશન હોય. અમે પણ લોકોને ટિકિટ નથી આપી. દુઃખનું કોઈ કારણ નથી. કઠિન નિર્ણયો લેવા જરૂરી હોય છે. પાર્ટીને જે ઠીક લાગ્યું એ પાર્ટીએ કર્યું. હું 18 વર્ષનો હતો ત્યારથી કાર્યકર્તા રહ્યો છું અને કાર્યકર્તા હંમેશા રહીશ. પાર્ટી જે જવાબદારી આપશે તે સ્વીકારીશ. મહેસાણામાં આપેલા નિવેદન બાબત નીતિન પટેલે કહ્યું. જનતાનો અને મતદારોનું ઋણ સ્વીકાર કરવો એ અમારી પરંપરા છે, મેં જનતાનો ઋણ સ્વીકાર જ કર્યો છે.
ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બપોરે 2.20 કલાકે રાજ્યના 17 મા મુખ્યમંત્રી તરીકે પદ અને ગુપ્તતાના શપથ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. ભૂપેન્દ્ર પટેલ આજે એકલા શપથ લેશે. અગાઉ રવિવારે સાંજે ભૂપેન્દ્ર પટેલે રાજભવન ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળ્યા હતા અને સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો.
ભૂપેન્દ્ર પટેલ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા
55 વર્ષીય ભૂપેન્દ્ર પટેલને રવિવારે અમદાવાદમાં સર્વસંમતિથી ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પટેલના નામની દરખાસ્ત કરી હતી. CM રૂપાણીએ શનિવારે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. 182 સભ્યોની વિધાનસભામાં ભાજપના 112 ધારાસભ્યોમાંથી મોટાભાગના બેઠકમાં હાજર હતા.
ભૂપેન્દ્ર પટેલને આનંદીબેન પટેલની નજીક માનવામાં આવે છે
ભૂપેન્દ્ર સૌથી મોટી શહેરી સંસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષ હતા
પટેલ 2015 થી 2017 સુધી અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) ના ચેરમેન હતા. આ પહેલા તેઓ 2010 થી 2015 સુધી ગુજરાતની સૌથી મોટી શહેરી સંસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષ હતા. સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા ધરાવતા પટેલ વિધાનસભા ચૂંટણી લડતા પહેલા સ્થાનિક રાજકારણમાં સક્રિય હતા અને અમદાવાદ જિલ્લાની મેમનગર પાલિકાના સભ્ય હતા અને બે વખત તેના પ્રમુખ બન્યા હતા. તેઓ પાટીદાર સમાજના સામાજિક-આર્થિક વિકાસ માટે સમર્પિત સંસ્થા સરદારધામ વિશ્વ પાટીદાર કેન્દ્રના ટ્રસ્ટી પણ છે.