ગાંધીનગરઃગુજરાત વિધાનસભાની આઠ બેઠકો માટેની પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેરા કરેલા કાર્યક્રમ પ્રમાણે ગુજરાતમાં 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે. ગુજરાતમાં ગઢડા, કપરાડા, લીંબડી, અબડાસા, ડાંગ, મોરબી, ધારી અને કરજણ એ આઠ બેઠકો માટે મતદાન થશે.

- ત્રણ નવેમ્બરે મતદાન યોજાશે
- 10 નવેમ્બરે મતગણતી થશે
- 16 ઓક્ટોબર સુધીમાં ઉમેદવારી ફોર્મ ભરી શકાશે

ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણી પહેલાં 8 ધારાસભ્યોએ પંજો છોડી કેસરિયો ધારણ કરીને રાજીનામાં આપ્યા હતા. જેના કારણે હાલ આ બેઠકો ખાલી પડી છે. અબડાસા - પ્રધ્યુમન જાડેજા, ડાંગ - મંગળ ગાવિત, કપરાડા - જીતુ ચૌધરી, કરજણ - અક્ષય પટેલ, ગઢડા - પ્રવિણ મારુ, ધારી - જે.વી. કાકડીયા, લીંબડી - સોમા પટેલ, મોરબી - બ્રિજેશ મેરજાના રાજીનામાંથી ખાલી પડેલ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે.

- પેટા ચૂંટણીની જાહેરાત બાદ ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ભાજપ ચૂંટણી માટે પહેલેથી તૈયાર છે. ભાજપ પ્રદેશ પ્રમુખ ચૂંટણીને આવકારી છે. ભાજપના કાર્યકર્તાઓ ચૂંટણી માટે તૈયાર છે.

- આ ઉપરાંત બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, મોરબીની બેઠક ભાજપ જીતશે.

- પ્રદ્યુમનસિંહે જણાવ્યું હતું કે, ભાજપ જંગી બહુમત સાથે જીતશે અને પ્રદ્યુમનસિંહ જાડેજાએ દાવો કર્યો હતો કે, મારી ટીકિટ નક્કી છે.

ગુજરાતમાં યોજાનારી પેટા ચૂંટણી પહેલા જ કોંગ્રેસ એક્શન મોડમાં આવી છે. ગુજરાત કંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ આગામી બે દિવસ રાજ્યમાં ખાલી પડેલી 8 બેઠકો અંગે પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા સાથે બેઠક યોજશે. આ ઉપરાંત 8 બેઠક પરના નિરીક્ષકો સાથે પણ પ્રભારી રાજીવ સાતવ મીટિંગ કરશે.

નોંધનીય છે કે, ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ તાજેતરમાં જ તમામ આઠ બેઠકો જીતવાનો દાવો કર્યો હતો.