ગાંધીનગરઃ રાજ્યમાં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ થવાના મામલે વિદ્યાર્થીઓ આકરા મૂડમાં આવ્યા છે. રાજ્યભરમાંથી હજારો વિદ્યાર્થીઓએ ગાંધીનગરમાં પરીક્ષામાં ગેરરીતિ થવાના મામલે સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શનને જોતા ગાંધીનગર ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસ અને કર્મચારી ભવન ખાતે પોલીસે સુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

રાજ્યમાંથી ખુણેખુણેથી વિદ્યાર્થીઓ સરકાર સામે વિરોધ નોંધાવવા ગાંધીનગર પહોંચ્યા છે. બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ અંગે વિરોધ કરી રહેલા કેટલાય વિદ્યાર્થીઓને પોલીસે અટકાયત કરી હતી. સરકાર સામે ન્યાય માંગવા ગાંધીનગર આવેલા વિદ્યાર્થીઓને પોલીસે પકડી પકડીને ડબ્બામાં બેસાડ્યા હતા.



રાજકીય પક્ષોના નેતાઓએ પણ બિન સચિવાલય ક્લાર્ક ગેરરીતિ મામલે રૂપાણી સરકારને આડેહાથે લીધી હતી, કોંગ્રેસ નેતા કગથરાએ કહ્યું કે જો સરકાર 10 લાખથી વધુ પરીક્ષાર્થીઓને ન્યાય નથી આપી શકતી તો સરકાર શું કામની, એક બાજુ નિયમ રદ્દ કરો ને પરીક્ષા રદ્દ ને પછી પરીક્ષા લેવડાવવાની સરકારમાં ત્રેવડ નથી.



સરકાર સામે વિરોદ પ્રદર્શન કરવા હાજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં રૉડ પર ઉતર્યા છે.