ગાંધીનગરઃ ખેડૂતો માટે સિંચાઇનું પાણી આપવાની સરકારે જાહેરાત કરી હતી. શિયાળુ વાવેતર માટેના સિંચાઈની ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે શિયાળુ વાવેતર માટે ખેડૂતોને શનિવારથી સિંચાઈનું પાણી અપાશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના ડેમમાંથી સિંચાઈનું પાણી આપવામાં આવશે. ખેડૂતોને જ્યારે પણ જરૂરિયાત પડશે ત્યારે શિયાળુ વાવેતર માટે પાણી અપાશે


બીજી તરફ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો અને રાજસ્થાન જતી મુખ્ય કેનાલમાંથી 14 કિલોમીટર અલગથી કેનાલ બનાવવા રજૂઆત કરી હતી. સાથે પત્રમાં ઉલ્લેખ કર્યો હતો કે, વાવ,ભાભર અને સુઈ ગામના 25 ગામોને પીવાનું પાણી અને સિંચાઈ માટે જરૂરી પાણી પહોંચાડવામાં આવે. આ વિસ્તારો કમાંડ એરિયામાં હોવા છતાં યોગ્ય લેવલ ન હોવાના કારણે સિંચાઈના પાણીથી લોકો વંચિત રહે છે જેથી અહીં કેનાલ કરવાની ઝડપથી મંજૂરી આપવામાં આવે. 


 


ગુજરાતમાં પોલીસ ગ્રેડ પેને લઈને આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે આજે શિક્ષણ મંત્રી અને સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ પોલીસ આંદોલન અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થાની મુશ્કેલી ન પડે તે બાબત પર ધ્યાન રાખવામાં આવે. સાચી બાબત જે પણ હશે તે બાબતે સરકાર હકારાત્મક છે. કોઈપણ આંદોલનથી સામાન્ય નાગરિકને તકલીફ પડશે તો ચલાવી નહીં લેવાય.


 


ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે ડ્રાઇવિંગ લાયન્સને લઈને મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણયનો સીધો લાભ લોકોને થવાનો છે. ભૂપેન્દ્ર પટેલ સરકારે ડૂપ્લીકેટ લાયસન્સ અને લાયન્સ રિન્યુ કરવા મુદ્દે મોટો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ મુદ્દે આજે મોટી જાહેરાત કરી હતી. 


 


જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત ચાર સેવાઓ ઇ-ગ્રામ મારફતે શરૂ કરાશે. ડુપ્લિકેટ લાયસન્સ, રિન્યુઅલ ડ્રાઇવિંગ લાયસન્સ માટે ઇ-ગ્રામ પરથી અરજી કરી શકાશે. સામાન્ય ચાર્જમાં અરજદાર ઇ-ગ્રામ પર અરજી કરી શકશે. વીસીને 20 રૂપિયાનો ચાર્જ ચૂકવી ઇ-ગ્રામ પર ચાર પ્રકારની અરજી કરી શકાશે.


 


વાઘાણીએ કહ્યું કે, ટેકાના ભાવથી મગફળી વેંચવા પર 2.53 લાખ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું. રાજ્યના ખેડૂતો ટેકાના ભાવથી મગફળી વેચવા 31 ઓક્ટોબર સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે. સેવા સેતુના કાર્યક્રમની સરકારની કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ. સેવા સેતુ કાર્યક્રમનો લાખો લોકોએ લાભ લીધો છે. શિક્ષણ વિભાગના કર્મચારીઓએ 4 કરોડ કરૂપિયાની ખાદી ખરીદી છે. એક જ દિવસમાં 1.17 લાખ મીટર ખાદીનું વેચાણ થયું.