અમદાવાદમાં RTE હેઠળ પ્રથમ રાઉન્ડના પ્રવેશની જાહેરાત કરવામાં આવી હતી. આગામી શૈક્ષણિક વર્ષ માટે 38,000 થી વધુ ઓનલાઇન ફોર્મ મંજૂર થયા હતા. જેની સામે કુલ 14,000 સીટો પૈકી પ્રથમ રાઉન્ડમાં 13,052 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો. જે બાળકોને પ્રવેશ મળ્યો છે, તેમણે આગામી 12 મે સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ્સ જમા કરાવીને પોતાનો પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે. બાકી રહેલી બેઠકો માટે હવે પછી બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે. DEO રોહિત ચૌધરીએ શાળા સંચાલકોને કડક સૂચના આપતા કહ્યું કે, એડમિટ કાર્ડમાં દર્શાવેલા ડોક્યુમેન્ટ્સ સિવાય વધારાના કોઈ પુરાવા, જેમ કે પાનકાર્ડ કે આઈટી રિટર્ન માંગી શકાશે નહીં. જો કોઈ શાળા બિનજરૂરી ડોક્યુમેન્ટ્સ માંગીને પ્રવેશમાં વિલંબ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થશે. જો કોઈ વાલીની આવક મર્યાદા કરતા વધુ હોવાની શંકા હોય, તો શાળા સંચાલકોએ અલગથી દરખાસ્ત કરવાની રહેશે, પરંતુ હાલ તો વિદ્યાર્થીનો પ્રવેશ કન્ફર્મ કરવો જ પડશે.

આ વર્ષે આરટીઈ હેઠળ રાજ્યની 9500થી વધુ ખાનગી સ્કૂલોમાં 25 ટકા બેઠકો મુજબ કુલ 83687 બેઠકો છે. જેમાં ગુજરાતી માધ્યમની 41063, અંગ્રેજી માધ્યમની 40077, હિન્દી માધ્યમની 2226, ઓડિયાની 144, મરાઠી માધ્યમની 118  અને ઉર્દુમાં 59 બેઠકો છે. જ્યારે 56 સ્કૂલો બે પાળીમાં ચાલતી હોય તેવી છે. ઓનલાઈન અરજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જિલ્લા કક્ષાએ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. માન્ય ઠરેલી અરજીઓ માટે સેન્ટ્રલાઈઝ્ડ કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો (લોટરી) દ્વારા પ્રવેશ ફાળવવામાં આવશે. પ્રવેશ ફાળવણી અંગેની માહિતી વાલીઓને તેમના નોંધાયેલા મોબાઈલ નંબર પર મેસેજ મારફતે આપવામાં આવશે. આ સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે.                                                         

પ્રવેશના ત્રણ જેટલા રાઉન્ડ થશે

Continues below advertisement
Continues below advertisement

રાજ્યની ખાનગી સ્કૂલોની ધોરણ 1માં 25 ટકા બેઠકો પર આરટીઈ હેઠળ વિનામૂલ્યે મેરિટ-કેટેગરી અને માપદંડો મુજબ પ્રવેશ અપાય છે. આ માટે સરકારની આ વર્ષની કોમન ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં 242500 વાલીએ ઓનલાઈન ફોર્મ ભર્યું હતું જેમાંથી 2034 વાલીની અરજી અધુરા ડોક્યુમેન્ટ 54588 અરજી કે અન્ય કારણોસર રિજેક્ટ થઈ છે. જ્યારે કુલ 185878 વાલીઓની અરજી મંજૂર કરાઈ છે.