આજે જાણીતા લોકસાહિત્યકાર ઘનશ્યામ લાખાણી, સુખદેવ ધામલીયા, સિંગર ઉર્વશી રાદડીયા, દેવાંગી પટેલ, કિરણ ગજેરા, હિતેશ અંટાળા, સંજય સોજીત્રા, અલ્પેશ પટેલ ભાજપમાં સામેલ થયા હતા. કમલમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં આ લોકો ભાજપમાં જોડાયા હતા.
ભાજપમાં સામેલ થયા બાદ લોક સાહિત્યકાર ઘનશ્યામ લાખાણીએ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી સુરત બેઠક પરથી પોતાના દાવેદારી અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે, મેં ટિકિટ નહોતી માંગી પરંતુ મને બોલાવીને કહેવામાં આવ્યું હતું કે તમને ટિકિટ આપવામાં આવશે. જે બાદ તેમણે મર્સિડીઝ અને નેના કારની સ્પીડનું ઉદાહરણ આપ્યું અને કહ્યું અમે કલા જગતના જીવ છીએ. કોઈ કહે તો ના ન પાડી શકે. ભાજપમાં સેવાના અર્થે જ જોડાયા છીએ. હવે આ જે ખેસ છે તે સાચો છે. હું વૃક્ષારોપણ કરવા ગયો ત્યારે પરાણે કોંગ્રેસનો ખેસ પહેરાવી દેવામાં આવ્યો અને જાહેરાત કરી દીધી હતી કે હું કોંગ્રેસમાં જોડાયો છું.
ઘનશ્યામ લાખાણીએ સુરત લોકસભાની કોંગ્રેસમાંથી ટિકિટ માંગી હતી. લોકસભાની ચૂંટણીમાં લાખાણીએ ભાજપ વિરુદ્ધ પ્રચાર કર્યો હતો. પરંતુ ટિકિટ ન મળતા ઘનશ્યામ લાખાણી નારાજ હતા.
જિયો ફાયબરની જાહેરાત કરતાં જ મુકેશ અંબાણી થયા માલામાલ, એક જ દિવસમાં સંપત્તિ 12% વધી
રિલાયન્સની AGMમાં મુકેશ અંબાણીના આ 9 ફેંસલાએ જીતી લીધા લોકોના દિલ, જાણો કઈ કઈ જાહેરાત કરી