ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં તમામ 8 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. આ વખતે પેટા ચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ અપક્ષ ઉમેદવારો માટે ચૂંટણીસભા યોજી હતી. જોકે, આ ઉમેદવારોને મળેલા મત જાણીને તમે ચોંકી જશો. નોંધનીય છે કે, ગુજરાતમાં ભાજપે મોરબી, લીંબડી, ધારી, ગઢડા, અબડાસા, કરજણ, ડાંગ અને કપરડા બેઠકો જીતી લીધી છે.
શંકરસિંહ વાઘેલાએ ડાંગ બેઠક પર અપક્ષ ઉમેદવાર મનુ ભોયે માટે ચૂંટણી સભા યોજી હતી. આ ઉમેદવારને માંડ ૫૨૭ વોટ મળ્યા છે અને ડિપોઝિટ ગુમાવવી પડી છે. આ ઉપરાંત શંકરસિંહે ટેકો આપ્યો હતો એ કપરાડાના ઉમેદવારે પાંચ હજાર કરતાં વધુ વોટ મેળવ્યા છે, આ બેઠક પર ભાજપે જંગી લીડ મેળવી છે. જ્યારે મોરબીના અપક્ષે ૬ હજાર કરતાં વધુ મત મેળવ્યા છે.
શંકરસિંહે ડાંગમાં ઉભા રખાવેલા ઉમેદવારને મળેલા મતનો આંકડો જાણીને લાગી જશે આઘાત, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Nov 2020 10:33 AM (IST)
પેટા ચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ અપક્ષ ઉમેદવારો માટે ચૂંટણીસભા યોજી હતી. જોકે, આ ઉમેદવારોને મળેલા મત જાણીને તમે ચોંકી જશો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -