ગાંધીનગર: ગાંધીનગર જિલ્લા કોંગ્રેસમાં જૂથવાદ સામે આવ્યો છે. દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિની બા પ્રદેશ પ્રમુખથી નારાજ હોવાની વાત સામે આવી છે.  પ્રમુખ જગદીશ ઠાકોર પોતાના લોકોને મહત્વ આપતા કામિની બા નારાજ થયા છે. નવી નિમણૂકોમાં કામિની બાના લોકોને પ્રમુખે સ્થાન ન આપતા નારાજ છે. આ અંગે 2 દિવસ પૂર્વે સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજી હતી. પક્ષથી નારાજ કામિની બાએ રઘુ શર્મા સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં રઘુ શર્માએ યોગ્ય નિર્ણય કરવાની ખાતરી આપી હતી. તેમના કહેવા પ્રમાણે નવા પ્રદેશ સંગઠનમાં સતત ઉપેક્ષા થતી રહી છે. આ ઉપરાંત દહેગામમાં સ્થાનિક હોદ્દેદારોની વરણીમાં પણ વિશ્વાસમાં નહિ લેવાયા હોવાનો રોષ છે. કામિની બાની નારાજગીને લઇ સ્થાનિક કોંગ્રેસ નેતાઓની ડેમેજ કંટ્રોલ કરવા મથામણ ચાલી રહી છે.


પાટણ: આજે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખના જગદીશ ઠાકોરના અધ્યક્ષ સ્થાને પાટણ જિલ્લાની તાલીમ શિબિર યોજાઈ હતી, તેમાં પાટણ જિલ્લાના પાટણ, સિદ્ધપુર અને રાધનપુરના ધારાસભ્યો તેમજ જિલ્લાના કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે જગદીશ ઠાકોરે કાર્યકરો સંબંધિત કરતા ભાજપને મોંઘવારી અને પેપર ફૂટવા બાબતે આડેહાથ લીધી હતી. તેમણે કહ્યું કે જો અમારી સરકાર બનશે તો, ઉત્તર ગુજરાતની નદીઓ પર ચેકડેમ બાંધવામાં આવશે અને 500 રૂપિયામાં ગેસની બોટલ આપીશું. 


ખેડૂતોને વીજળી બિલ હાફ અને દેવામાફીનો કાયદો લાવીશું


પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે કોંગ્રેસ દ્રારા પાટણ જિલ્લાની કોંગ્રેસ કાર્યકરોની તાલીમ શિબિર યોજાઈ હતી તેમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ તેમજ જિલ્લાના કોંગ્રેસના નેતા હાજર રહ્યા હતા. તાલીમ શિબિરમાં જગદીશ ઠાકોરે કાર્યકરો સંબોધન કરતા કયું હતું કે સોશ્યલ મીડિયામાં પક્ષ વિરોધી કોઈ પોસ્ટ કરવામાં આવશે તો તેને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા આવશે, સાથે સાથે તેમણે પાણીની તંગી અગે ભાજપને જવાબદાર માન્યું. સરસ્વતી, બનાસ નદીઓ પર 100 -100 કરોડના ખર્ચે ચેક ડેમ બાંધવા આવશે. તેમણે વધુમાં કહ્યું કે, અમારી કોંગ્રેસ સરકાર આવશે તો રૂ.500 માં ગેસનો બાટલો આપીશું અને ખેડૂતોને વીજળી બિલ હાફ અને દેવામાફીનો કાયદો લાવીશું.


કોંગ્રેસ પક્ષ કામ કરતા લોકોને સ્વીકારે છે


ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે કહ્યું કે, કોંગ્રેસ પક્ષ કામ કરતા લોકોને સ્વીકારે છે. નરેશ પટેલથી લઈ તમામ સામાજિક કામ કરતા લોકોને સ્વીકારે છે. અમે અમારા કાર્યક્રમમાં મીડિયાની હાજરી જ કહીએ છીએ કે, ભાજપે કોંગ્રેસના લોકોને લેવાનું કેલેન્ડર બનાવ્યું છે, ભાજપ પૈસાને જોરે ખરીદી કરે છે, ભારતીય જનતા પાર્ટી ભલેને આવતી કાલે ચૂંટણી જાહેર કરે અમે તૈયાર છીએ. તો આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપના મંત્રીના પતિ કોંગ્રેસમાં જોડાયા હતા.