Gandhinagar : આજે  યોજાયેલી લોકરક્ષક દળ- LRDની પરીક્ષા બે ઘટનાને બાદ કરતા શાંતિપૂર્ણ રીતે પુરી થઇ ગઈ છે. લોકરક્ષક દળ પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ  IPS ઓફિસર અને એડિશનલ DGP હસમુખ પટેલે ટ્વીટ કરતા આ પરીક્ષામાં ચોરીની બે ઘટનાઓની જાણકારી આપી જે આ મુજબ છે : 


1)ગાંધીનગરમાં એક ઉમેદવાર ઇલેક્ટ્રોનિક સાધન સાથે પકડાયો.  


2)સુરતમાં એક ઉમેદવાર પરીક્ષાખંડમાં પગ પર માહિતી લખી લઈ આવેલ તે પકડાઈ ગયેલ છે. 


આ સાથે જ તેમણે લખ્યું કે લોકરક્ષકની લેખિત પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ છે. બે ચોરીની ઘટના સિવાય કોઈ ઘટના હજુ સુધી રીપોર્ટ થયેલ નથી.




અમદાવાદમાં 2 લાખ 95 હજાર ઉમેદવારોએ આપી પરીક્ષા 
અમદાવાદમાં  2 લાખ 95 હજારથી વધુ ઉમેદવારોએ લોકરક્ષક દળની પરીક્ષા આપી હતી. તમામ ઉમેદવરોને બાયોમેટ્રિકથી પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. તમામ પોલીસ અધિકારીઓએ પરીક્ષા કેન્દ્રની મુલાકાત  લીધી હતી. 


યુક્રેન અને રશિયાના સવાલો પુછાયા 
આ પરીક્ષામાં યુક્રેન અને રશિયા અંગે સવાલ પુછાયા હતા. યુક્રેનની સરહદે ક્યાં દેશો આવેલા છે તે સવાલ પુછાયો હતો, તો સંયુક્ત રાષ્ટ્રની  સલામતી સમિતિમાં કયા કયા દેશો છે તે સવાલ પુછાયો. પેપરને લઈ કેટલાક ઉમેદાવરો નિરાશ પણ થયા હતા. પોલીસની પરીક્ષામા કાયદાનો પ્રશ્નો માત્ર 2  માર્કના પુછાયા હતા, તો ઇતિહાસના પ્રશ્નો વધુ હતા. આ સાથે કેટલાક ઉમેદવારોની ફરિયાદ હતી કે પેપેર લાબું હતું. 


યુવરાજસિંહના સમર્થનમાં ઉમેદવારોએ કાળા કપડાં પહેર્યા 
આજે યોજાયેલી લોકરક્ષક દળની પરીક્ષામાં ઘણા પરીક્ષાકેન્દ્રો રપ ઉમેદવારો કાળા કપડાં પહેરીને આવ્યાં હતા. આ ઉમેદવારોએ યુવા નેતા યુવરાજસિંહ જાડેજાના સમર્થનમાં કાળા કપડાં પહેર્યા હતા. યુવરાજસિંહ જાડેજાને તાજેતરમાં જ એક પ્રદર્શન સમયે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.ત્યારબાદ સોશિયલ મીડિયા પર યુવરાજસિંહને મુક્ત કરાવવા એક આખું અભિયાન પણ ચલાવાયું હતું. યુવરાજસિંહની અટકાયતથી  યુવાનોમાં ખુબ રોષ ફેલાયો છે, જે આજે LRDની પરીક્ષામાં પણ દેખાયો હતો.