Gandhinagar: ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય લીધો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને 15 માર્ચ 2024 સુધી પીવા અને સિંચાઈ માટે નર્મદાનું પાણી અપાશે. ઉત્તર ગુજરાતમાં ‘સુજલામ સુફલામ યોજના’ અંતર્ગત પાણી અપાશે જ્યારે સૌરાષ્ટ્ર વિસ્તારને ‘સૌની યોજના’ અંતર્ગત નર્મદાનું પાણી આપવામાં આવશે.
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને 15 માર્ચ 2024 સુધી પીવા અને સિંચાઈ માટે નર્મદાનું પાણી અપાશે. ઉત્તર ગુજરાતમાં 'સુજલામ સુફલામ યોજના' હેઠળ તો સૌરાષ્ટ્રને 'સૌની યોજના' અંતર્ગત પાણી અપાશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પીવા તથા સિંચાઈ માટે નર્મદાનું પાણી ૧૫ માર્ચ ૨૦૨૪ સુધી આપવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય લીધો હતો. ઉત્તર ગુજરાત વિસ્તારને ‘સુજલામ સુફલામ યોજના’ અન્વયે તથા સૌરાષ્ટ્ર વિસ્તારને ‘સૌની યોજના’ દ્વારા આ પાણી અપાશે.
પીવાના હેતુ માટે ૪,૫૬૫ MCFT અને સિંચાઈના ઉપયોગ માટે ૨૬,૧૩૬ MCFT મળી કુલ ૩૦,૮૦૧ MCFT પાણી આપવામાં આવશે. ૧૬ ઓક્ટોબર ૨૦૨૩ થી ૧૫ માર્ચ ૨૦૨૪ સુધીના સમયગાળા માટે પાણીની જરૂરીયાતની ધ્યાનમાં રાખીને સરકારે નિર્ણય લીધો હતો. મુખ્યમંત્રીએ જે-તે સમયની સ્થિતીને અનુલક્ષીને ઉપલબ્ધતા અનુસાર વધારે પાણી ફાળવવા પણ સરદાર સરોવર નર્મદા નિગમને દિશાનિર્દેશો આપ્યા હતા.