ગાંધીનગરઃ ગાંધીનગરના પ્રથમ મહિલા મેયર હંસાબેન મોદી આજે ભાજપ છોડીને આપમા જોડાવાના હતા. જોકે, હંસાબેને છેલ્લી ઘડીએ આપાં જોડાવાનો ઇનકાર કરી દેતા ગાંધીનગરમાં મતદાન પહેલા ધડાકો કરવાના આમ આદમી પાર્ટીના પ્લાન પર પાણી ફરી વળ્યું છે. જેને કારણે આપ દ્વારા બોલાવેલી પ્રેસ કોન્ફરન્સ રદ કરવી પડી છે. હંસાબેન મોદી આપમાં હાલના તબક્કે નહીં જોડાય.
નોંધનીય છે કે, હંસાબેન કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને ગાંધીનગરના પ્રથમ મહિલા મેયર બન્યા હતા. આજે તેઓ ભાજપમાંથી આપમાં જોડાવાના હતા પણ છેલ્લી ઘડીએ આપમાં જોડાવાનો ઇનકાર કરી દીધો હતો. ગાંધીનગર મહાનગર પાલિકામાં હંસાબેન મોદી મૂળ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. સત્તા પરિવર્તન સાથે તેઓ ભાજપમાં પ્રવેશ્યા હતા અને પ્રથમ મહિલા મેયર બન્યા હતા. હવે આજે બપોરે 1 વાગે સત્તાવાર રીતે તેઓ આપમાં જોડાવાના હતા.
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે, ત્યારે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ભાજપ દ્વારા રોડ શોનું આયોજન કરાયું છે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રોડ શોમાં જોડાયા છે. ગાંધીનગરના પેથાપુરથી બપોરે 12 વાગ્યે રોડ શો શરૂ થયો છે. જેકુંડાસણ પૂરો થશે.
નોંધનીય છે કે, બે દિવસ પહેલા આમ આદમી પાર્ટી દ્વારા પણ ગાંધીનગરમાં રોડ શોનું આયોજન કરાયું હતું. જેમાં દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા જોડાયા હતા. ત્યારે ચૂંટણી પહેલા ગાંધીનગરમાં રાજકારણ ગરમાયું છે.