Gandhinagar: રાજ્યમાં આમ આદમી પાર્ટીના કારણે ગુજરાત વિધાનસભાની પરંપરા તૂટવાની શક્યતા છે. ગુજરાત વિધાનસભાની વિવિધ સમિતિ માટે ક્યારેય ચૂંટણી નથી થઈ. ચૂંટણીના સ્થાને રાજકીય પક્ષોની સમજૂતીથી નિમણૂકો થતી આવી છે પરંતુ 15મી ગુજરાત વિધાનસભાની સમિતિઓ માટે AAP સમજૂતી કરવાના મૂડમાં નથી.
વિધાનસભાની વિવિધ સમિતિમાં પ્રો રેટા મુજબ સ્થાન ન મળતું હોવા છતાં AAPએ દાવેદારી કરી છે. AAPના ધારાસભ્યો ઉમેદવારી પાછી નહિ ખેંચે તો વિવિધ સમિતિઓની ચૂંટણી કરવી પડે છે. જાહેર હિસાબ સમિતિ, જાહેર સાહસો માટેની સમિતિ, અંદાજ સમિતિ માટે ચૂંટણી થવાની શક્યતા છે. પંચાયતી રાજ સમિતિ અને આદિજાતિ સલાહકાર સમિતિની ચૂંટણીની પણ શક્યતા છે. સભ્ય સંખ્યા મુજબ દર 12 સભ્યોએ એક સમિતિમાં એક ધારાસભ્યનો સમાવેશ થઈ શકે છે, દરેક સમિતિમાં 15 - 15 સભ્યોનો સમાવેશ કરવાનો થાય છે.
ભાજપનું સંખ્યાબળ 156 હોવાથી દરેક સમિતિમાં ભાજપના 13 - 13 સભ્યોનો સમાવેશ થઈ શકે છે. ભાજપે તમામ 5 સમિતિ માટે પોતાના 14 - 14 સભ્યોને ઉમેદવારી કરાવી છે. કોંગ્રેસે 5 સમિતિ માટે 2 - 2 સભ્યો પાસે ઉમેદવારી કરાવી છે. આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો હોવાથી દરેક સમિતિમાં 1- 1 દરસભ્યએ ઉમેદવારી નોંધાવી છે. દરેક સમિતિમાં 15 જગ્યા માટે 17 સભ્યોની ઉમેદવારી થઈ છે. કોંગ્રેસ સમજૂતી કરવા તૈયાર છે પરંતુ આપના નેતૃત્વએ સમાધાન કરવાની ના પાડી દીધી છે.
ડિસેમ્બર 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 5 સીટ મળી હતી. જ્યારે ભાજપને ગુજરાતના ઈતિહાસમાં સૌથી વધુ 156 સીટ મળી હતી, કોંગ્રેસને માત્ર 17 બેઠક મળી હતી. અન્યને 4 સીટ મળી હતી. રાજ્યમાં આમ આદમી પાર્ટીએ પ્રથમ વખત વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું.
અમદાવાદની સાબરમતી નદીમાં આજે ફ્લોટિંગ રેસ્ટોરન્ટને તરતી મુકવામાં આવશે. આગામી એક મહિના સુધી અલગ અલગ પરીક્ષણના ભાગરૂપે ફ્લોટિંગ રેસ્ટોરન્ટને નદીમાં મૂકવામાં આવશે. હવે નદીમાં બેસીને શહેરીજનો ભોજન લઈ શકે તે પ્રકારની ફ્લોટિંગ રેસ્ટોરન્ટ તૈયાર છે. આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટનો કોન્ટ્રાક્ટ અક્ષર ટુર એન્ડ ટ્રાવેલ્સને અપાયો છે. તમામ પરીક્ષણમાંથી પસાર થયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન કરે તેવી તૈયારી છે. નદીનો વિસ્તાર ઉપયોગ કરવા માટે ખાનગી એજન્સી વાર્ષિક 45 લાખ રૂપિયા AMC ને ચૂકવશે. મેયર,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહીતના પદાધિકારીઓ પૂજા કરશે. બે અથવા ત્રણ ક્રેઇનની મદદ વડે ફ્લોટિંગ રેસ્ટોરન્ટને નદીમાં ઉતારવામાં આવશે.