ગાંધીનગરઃ ગુજરાત સરકાર આગામી કેટલાક દિવસોમાં સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી શકે છે. મળતી જાણકારી અનુસાર, રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના આશરે પાંચ લાખ કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની જાહેર કરવાની પ્રક્રિયા આખરી તબક્કામાં છે. રાજ્ય સરકાર સરકારી કર્મચારીઓ માટે આઠ ટકા મોંઘવારી ભથ્થું જાહેર કરી શકે છે. ગયા વર્ષની માફક ત્રણ હપ્તામાં મોંઘવારી ભથ્થું ચુકવાશે. સરકાર જેની ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરી શકે છે. થોડા દિવસ અગાઉ જ રાષ્ટ્રીય શૈક્ષિક સંઘે પણ પત્ર લખી મોંઘવારી ભથ્થુ જાહેર કરવાની માંગ કરી હતી.


નોંધનીય છે કે સરકારી કર્મચારીઓને જૂલાઈ 2022થી જે 34 ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે તેમાં 4 ટકાનો વધારો કરી 38 ટકા આપવામાં આવશે. જાન્યુઆરી 2023થી જે 38 ટકા આપવામાં આવે તેમાં 4 ટકાનો વધારો કરી 42 ટકા આપવામાં આવે. થોડા દિવસ અગાઉ જ રાષ્ટ્રીય શૈક્ષિક સંઘે પણ પત્ર લખી મોંઘવારી ભથ્થુ જાહેર કરવાની માંગ કરી હતી.


Gandhinagar: પૂર્વ કલેક્ટર એસ કે લાંગા વિરુદ્ધ નોંધાઇ ભ્રષ્ટાચાર આચર્યાની ફરિયાદ, જાણો શું છે મામલો


Gandhinagar: ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં પૂર્વ કલેક્ટર એસ કે લાંગા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે, તત્કાલીન કલેક્ટર એસ કે લાંગા પર સત્તાનો દુરપયોગ કરીને ભ્રષ્ટાચાર આચર્યો હોવાની ફરિયાદ થઇ છે. આ ફરિયાદ સરકાર તરફથી જ કલેકટર કચેરીના અધિકારીએ નોંધાવી છે. 


ગાંધીનગરના તત્કાલીન કલેક્ટર એસ કે લાંગા પોલીસ ફરિયાદ નોંધાઇ છે, ગાંધીનગર કલેકટર કચેરીના ચીટનીશ અધિકારી ધ્રુવકુમારે ફરિયાદ એસ કે લાંગા વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને આરોપ લગાવ્યો છે કે, ખોટી રીતે જમીન અંગેના ઓર્ડર કરી ભષ્ટ્રાચાર આચરી સરકારની તિજોરીને નુકશાન પહોંચાડયું છે. નવી શરતની જમીન જૂની શરતમાં બતાવી સરકારી તિજોરીને નુકશાન પહોંચાડ્યુ છે. ખેડૂત ના હોવા છતાં કેટલાય લોકોને ખેડૂત બનાવી હોદ્દાનો દુરુપયોગ કર્યાની ફરિયાદ થઇ છે. એસ કે લંગા સહિત તત્કાલીન ચીટનીશ અને RAC વિરુદ્ધ પણ છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એસ કે લાંગા વિરુ્દ્ધની આ ફરિયાદ ગાંધીનગરમાં સેક્ટર 7 પોલીસ સ્ટેશન નોંધવામાં આવી છે. 


આ ફરિયાદમાં એસ કે લાંગા સામે ખોટા દસ્તાવેજ બનાવવા અને સત્તાનો દૂર ઉપયોગ કરવાં બાબતની ફરિયાદ નોંધાઇ છે. સરકારી ફરજ સમયે ભ્રષ્ટાચાર આચાર્યો હોવાની વાત સામે આવી છે, એટલુ જ નહીં નિવૃત્તિ બાદ પણ સરકારી ફાઇલોમાં જૂની તારીખમાં સહી કર્યા હોવાની ફરિયાદ છે. 


 


Gandhinagar: રાજ્યના માર્ગોના વિકાસ માટે CM ભૂપેન્દ્ર પટેલે 2213 કરોડથી વધુ રૂપિયા કર્યા મંજૂર


ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સર્વાંગી વિકાસની તેજ ગતિને અનુરૂપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની નેમ સાથે નાના ગામથી માંડીને મેટ્રો શહેર સુધી રાજ્યના માર્ગ-મકાન વિભાગ હસ્તકના માર્ગોના વિકાસ માટે 2213.60 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા. મેટ્રો શહેરને જોડતા આઠ માર્ગોને 247 કરોડના ખર્ચે પહોળા કરવામાં આવશે. તે સિવાય અધતન વ્હાઇટ ટોપિંગ ટેકનોલોજીથી ત્રણ સ્ટેટ હાઇવેની કામગીરી માટે 66 કરોડ રૂપિયા મંજૂર કરાયા હતા. બંદરો, ઔધોગિક વિસ્તારોને જોડતા માર્ગોને 147 કરોડના ખર્ચે ફોર લેન કરાશે. 105 કરોડ રૂપિયાના ખર્ચે ટુરિઝમ સર્કીટને જોડતા માર્ગોને પહોળા કરાશે