ગાંધીનગરઃ લોકસભા ચૂંટણી પહેલા લુણાવાડાથી અપક્ષ ચૂંટણી લડનારા જે.પી પટેલ ભાજપમાં જોડાયા હતા. ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની હાજરીમાં જે.પી. પટેલ ભાજપમાં જોડાયા હતા.  ભાજપે ટિકિટ ન આપતા જે.પી પટેલ અપક્ષ ચૂંટણી લડ્યા હતા જેના કારણે જે.પી પટેલને છ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા હતા. હવે ભાજપે નમતું ઝોખી જે.પી પટેલને ફરી પાર્ટીમાં આવકાર્યા હતા.

જે.પી. પટેલ વર્ષ 1991થી ભારતીય જનતા પાર્ટીમાં વિધાનસભા ચૂંટણી પહેલા સક્રિય સભ્ય હતા. ટિકિટ ન મળતાં તેઓ અપક્ષ લડ્યા હતા. તેઓ પંચમહાલ જિલ્લા યુવા મોરચામાં પૂર્વ મહામંત્રી પણ રહી ચૂક્યાં છે. પંચમહાલ જિલ્લામાં યુવા મોરચાના પૂર્વ પ્રમુખ, પંચમહાલ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ (બે ટર્મ) મહીસાગર જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ, ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કારોબારી, આમંત્રિત સભ્ય પણ રહી ચૂક્યાં છે. તેઓ લેઉઆ પાટીદાર સમાજમાંથી આવે છે. જેમણે 2007માં સંતરામપુર વિધાનસભા બેઠક પરથી ભાજપ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ કોંગ્રેસના પરાજયાંદિત્યસિંહ પરમાર સામે 8807 મતોથી હાર થઈ હતી.

બાદમાં સંતરામપુર વિધાનસભા એસટી અનામત જાહેર થતા જે.પી પટેલે લુણાવાડા વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવવાનું મન બનાવ્યું હતું અને છેલ્લી 2 ટર્મથી લુણાવાડા બેઠકની ટિકિટ માટે દાવેદારી કરી રહ્યા હતા પરંતુ ટિકિટ મળી નહોતી. આ ઉપરાંત તેઓ અનેક સંગઠનો સાથે જોડાયેલા છે.

Gandhinagar: ચૂંટણી પહેલા આપ તુટ્યુ, વધુ એક મોટા નેતાએ પાટિલની હાજરીમાં કર્યો કેસરિયો ધારણ, જાણો

Gandhinagar: વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષો પોતાનો પક્ષને વધુને વધુ મજબૂત કરવાના પ્રયાસમાં લાગી ગયા છે, આ મામલે ભાજપ સૌથી આગળ છે, કોંગ્રેસ નેતાઓની સાથે સાથે હવે આપ નેતાઓને પણ ભાજપમાં લાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે, આ કડીમાં હવે બાલાસિનોરના આપના નેતા ઉદયસિંહ ચૌહાણ ભાજપમાં જોડાઇ ગયા છે. ઉદયસિંહ ચૌહાણે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના હાજરીમાં આજે કેસરિયા ધારણ કરી લીધો છે. 

આપના નેતા ઉદેસિંહ ચૌહાણ સહિત લુણાવાડા, મહીસાગર અને ખેડા જિલ્લાના આગેવાનો અને સમર્થકો પણ ભાજપમાં જોડાયા છે. આ તમામને સીઆર પાટિલની હાજરીમાં કેસરિયો ખેસ પહેરાવવામાં આવ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, ઉદયસિંહ ચોહાણ વર્ષ 2019માં આમ આદમી પાર્ટીના બાલાસિનોરના ઉમેદવાર રહી ચૂક્યા છે, તેમને 2019માં આમ આદમી પાર્ટીની ટિકીટ પર ભાજપ સામે ચૂંટણી લડી હતી. આ ઉપરાંત ઉદયસિંહ ચૌહાણ બાલાસિનોરથી ખેડા જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે. ખેડા જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે. તેઓ પાલીખંડા દૂધ સહકારી મંડળીના ચેરમેન તરીકે કામગીરી કરી ચૂક્યા છે તથા ક્ષત્રિય સમાજના પણ તેઓ સામાજિક આગેવાન છે