Gandhinagar: ગુજરાત પોલીસ એકેડેમીમાંથી દારુ પકડાયાની ફરિયાદ દાખલ થઇ છે. ગાંધીનગરમાં આવેલા કરાઈ પોલીસ તાલીમ કેન્દ્રમાંથી પકડાયો દારૂ હોવાની વાત સામે આવતા જ તપાસનો દોર શરૂ થઇ ગયો છે, અને આ મામલે એક પીએસઆઇ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. માહિતી છે કે, ગુજરાત પોલીસ તાલીમ કેન્દ્ર કરાઇ ખાતેથી તાલીમ મેળવી રહેલા પીઆઈ પાસેથી દારૂની બૉટલ મળી આવી હતી. આ દારુની બૉટલ પીઆઇની બેરેકમાંથી આવ્યા બાદ ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. દારુ જેની બેરેકમાંથી મળી આવી તે તાલીમાર્થી પીઆઇનું નામ નિરંજન ચૌધરી છે, અને મૂળ બનાસકાંઠાનો વતની છે. 


ગાંધીનગરમાં કરાઈ એકેડમીમાં તાલીમાર્થી PIના રૂમમાંથી મળી દારૂની બોટલ, DGPને કરવામાં આવી જાણ અને ....


ગાંધીનગર:  ગુજરાત પોલીસ અકાદમી કરાઇ ખાતે અલગ-અલગ સંવર્ગના પોલીસ અધિકારીઓની તાલીમ ચાલુ છે. આ તાલીમ લઇ રહેલ તાલીમાર્થીઓની રહેવાની બેરેકોમાં રૂટીંગ પ્રક્રિયાના ભાગરૂપે સમયાંતરે કરાઇ પોલીસ અધિકારી દ્વારા સ્વચ્છતા અને શિસ્ત રાખવા બાબતે ચેકીંગ કરવામાં આવે છે. આજરોજ ચેકીંગ દરમિયાન બેરેકની એક રૂમમાંથી વિદેશી દારૂની એક બોટલ મળી આવી હતી.  જે કોઇ તાલીમ લઇ રહેલ તાલીમાર્થીની હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે પોલીસ અકાદમી કરાઇના ઉપરી અધિકારીને જાણ કરવામાં આવી હતી. હાલમાં તાલીમ વિભાગનો વધારાનો ચાર્જ પણ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય પાસે હોવાથી આ સમગ્ર મામલાની જાણ DGPને કરવામાં આવી હતી. DGP વિકાસ સહાયે  તાત્કાલિક સંબંધિત કરાઇ ખાતેના તાલીમી PI વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપી હતી. પોલીસ અકાદમી કરાઇ જેવા તાલીમ કેન્દ્રમાંથી ખુદ પોલીસ અધિકારી પાસેથી દારૂ પકડાય તે બાબતને DGPએ ખુબ જ ગંભીરતાથી લઇ તાત્કાલિક ફરીયાદ દાખલ કરવા સુચના આપતાં ડભોડા પોલીસ સ્ટેશન દ્વારા સંબંધિત તાલીમાર્થી પી.આઇ  વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ફરીયાદ દાખલ કરી ધરપકડ સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. 


 


ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ, અનેક નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી


બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે વરસેલા ધોધમાર વરસાદે ફરી એક વખત પ્રશાસનની પોલ ખોલી છે. મોડી રાત્રે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદના કારણે પાલનપુર શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો અમદાવાદ-આબુ હાઈવે પર ચાર ફૂટ સુધીના પાણી ભરાતા પાંચ કિલોમીટર સુધી લાંબો ટ્રાફિકજામ થયો. ટ્રાફિકજામના કારણે ગ્રામ્ય વિસ્તારમાંથી સ્કૂલે આવતા વિદ્યાર્થીઓ પણ પરેશાન થયા હતા.


અરવલ્લીમાં વરસાદ


તો અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે ભારે પવન સાથે સાર્વત્રિક વરસાદ પડ્યો છે. મોડી રાત્રે જિલ્લાના મોડાસા, ભિલોડા, બાયડ, મેઘરજમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથેના વરસાદથી અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા હતા. તો મોડાસા-શામળાજી હાઇવે પર આવેલી હોટલના છતના પતરા ઉડ્યા હતા. તો ભિલોડાના રામનગર ગામમાં રહેણાંક મકાનના છતના પણ પતરા ઉડ્યા હતા.


સાબરકાંઠામાં વરસાદ


તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, વડાલી સહિતના પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. હિંમતનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારના ગઢોડા, હડિયોલ, સાબરડેરી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેજ પવન સાથેના વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારમાં વીજળી ગૂલ થઈ હતી.