ગાંધીનગરઃ આગામી 17મી એપ્રિલે ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી યોજાવાની છે. આ માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતપોતાના ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. તેમજ ચૂંટણી જીતવા માટે કવાયત પણ તેજ કરી દેવામાં આવ્યા છે. થોડા સમય પહેલા ગાંધીનગરના રાયસણમાં આવેલા પાર્ટી પ્લોટમાં ભાજપનો ચૂંટણીલક્ષી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો ખભ્ભે ખેસ પહેરવાનું તો સમજ્યા પરંતુ મોઢા પર માસ્ક પહેરવાનું ન સમજ્યા. સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કરવાનું સમજ્યા ન હતા.
શું કહ્યું રૂપાલાએ
રૂપાલાએ ફરી આવી ભૂલ ન થાય તે માટે કાર્યકર્તાઓને સલાહ આપી છે. તેમણે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રચાર સમયે સતર્ક રહેવા, ચૂંટણી જીતવા મોટા મોટા કાર્યક્રમો ન કરવા અને સોશિયલ ડિસ્ટેંસિંગના નિયમો ન તોડવાની સલાહ આપી છે. મોટી સભાઓથી બચવા ડોર ટુ ડોર પ્રચાર પર ભાર મૂકવા પુરુષોત્તમ રૂપાલાએ સૂચન કર્યું હતું. રૂપાલાએ આજે કોરોના વેક્સિન લીધા બાદ આ વાત કહી હતી.
ભાજપના નેતાઓ શું આપે છે સલાહ
માસ્ક અને સોશલ ડિસ્ટંસના પાલન સાથે કોરોનાને હરાવાનો છે. આ પ્રકારની સૂફીયાણી સલાહ ભાજપના દિગ્ગજ નેતાઓ અવાર-નવાર આપે છે. પરંતુ ભાજપના દિગ્ગજોની આ સૂફીયાણી સલાહના ભાજપના જ કાર્યકર્તાઓએ થોડા સમય પહેલા ગાંધીનગરમાં ધજાગરા ઉડાવ્યા હતા.
ગુજરાતમાં અઠવાડિયામાં નોંધાયેલા કેસ
તારીખ |
નોંધાયેલા કેસ |
મોત |
2 એપ્રિલ |
2640 |
11 |
1 એપ્રિલ |
2410 |
9 |
31 માર્ચ |
2360 |
9 |
30 માર્ચ |
2220 |
10 |
29 માર્ચ |
2252 |
8 |
28 માર્ચ |
2270 |
8 |
27 માર્ચ |
2276 |
5 |
કુલ કેસ અને મોત |
16,428 |
60 |
રાજ્યમાં શું છે કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં શુક્રવારે કોરોના વાયરસના (Coronavirus)અત્યાર સુધીના સૌથી વધુ 2640 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 11 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં હતા. રાજ્યમાં શુક્રવારે 2066 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી 2,94,650 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 13 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસ 13559 પર પહોંચ્યા છે. જેમાંથી 158 લોકો વેન્ટિલેટર પર અને 13401 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.21 ટકા છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 57,75,904 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 7,30,124 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ 65,06,028 લોકોને રસી આપવામાં આવી છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 3,51,802 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.