ગાંધીનગરઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોના (Corona)એ હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં કોરોના (Gujarat Corona)નું સંક્રમણ વધતા કેન્દ્ર સરકાર (Central Government) પણ હરકતમાં આવી ગઈ છે. ગુજરાતમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ (Contact Tracing) વધારવા કેન્દ્ર સરકારે સૂચના આપી છે. સંક્રમિતના સંપર્કમાં આવેલા ઓછામાં ઓછા 30 લોકોનું ટ્રેસિંગ કરવાની સુચના અપાઈ છે. 


જિલ્લાઓની જરૂરિયાત પ્રમાણે એક્શન પ્લાન બનાવવીની કેન્દ્રની સૂચના છે.  જ્યાં કોરોનાના દર્દીઓના નિધન વધુ થાય છે તે શહેરો અને જિલ્લાઓમાં પ્રશાશનની ખામીઓ દુર કરવા માટે આદેશ કરાયા છે. 


ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  રાજ્યમાં દરરોજ રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યાં છે.  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના  (Coronavirus)અત્યાર સુધીના સૌથી વધુ 2640  કેસ નોંધાયા છે.  જ્યારે વધુ 11 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં છે.  કોરોના સંક્રમણને લઈ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.  રાજ્યમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ 13 હજારને પાર પહોંચી ગયા છે. રાજ્યમાં 13559 એક્ટિવ કેસ છે. જ્યારે 158 દર્દીઓ વેન્ટિલેટર પર છે. 


 


કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?


 


આજે અમદાવાદ કોર્પોરેશન (AMC)માં 3,  રાજકોટ  કોર્પોરેશન(RMC)માં 3, સુરત કોર્પોરેશનમાં 3, ભરૂચ 1 અને વડોદરા કોર્પોરેશન(VMC)માં 1 મોત સાથે કુલ 11  લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4539  લોકોના કોરોનાથી મોત થઈ ચુક્યા છે. 


 


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


 


અમદાવાદ કોર્પોરેશનમાં 621, સુરત કોર્પોરેશનમાં 506, વડોદરા કોર્પોરેશનમાં 322, રાજકોટ  કોર્પોરેશનમાં 262, સુરત 138, વડોદરા 53, રાજકોટ 45, ભાવનગર કોર્પોરેશન-43, મહેસાણા-43, પાટણ 42,  મહીસાગર-38, જામનગર કોર્પોરેશન -33,  ખેડા-32, બનાસકાંઠા 30, ગાંધીનગર 29, જામનગર 27, પંચમહાલ 27, ગાંધીનગર કોર્પોરેશન 26, કચ્છ 25, દાહોદ 24, નર્મદા 23, આણંદ 22,  મોરબી-22,  અમરેલી-21,  વલસાડ-21, સુરેન્દ્રનગર-19,  ભાવનગરમાં 17, સાબરકાંઠા 17, ભરૂચ 16 કેસ નોંધાયા હતા.


 


કેટલા લોકો ડિસ્ચાર્જ થયા ?


 


રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 2066 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,94,650 છે.


 


કેટલા લોકોએ લીધી રસી


 


વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 57,75,904 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 7,30,124 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ  કુલ 65,06,028 લોકોને રસી આપવામાં આવી છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 3,51,802 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.


 


ગુજરાતમાં અત્યાર સુધીમાં 4539 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે.