ગાંધીનગરઃ વિધાનસભા ગૃહમાં ધારાસભ્યે ગેલેરીમાંથી છલાંગ મારવાની ધમકી ઉચ્ચારી છે. કોંગ્રેસના બાયડના ધારાસભ્ય જશુભાઈ પટેલે ધમકી ઉચ્ચારી છે. જિલ્લા કક્ષાએ આરોગ્ય અધિકારી ફોન ન ઉપાડતા હોવાની ગૃહમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રજુઆત કરી હતી. 


વિધાનસભા અધ્યક્ષે ધારાસભ્યની ફરિયાદને પગલે ગૃહમાં બેસાડી દીધા હતા. ધારાસભ્ય ઉપરની તરફ પ્રેક્ષક ગેલેરીમાં બેસે છે.