Gandhinagar News: મકરસંક્રાંતિના તહેવારે જ ગાંધીનગરમાં નવી બસ સેવા શરૂ કરવામાં આવી હતી, ગાંધીનગરથી અમદાવાદ જતાં મુસાફરોને તાજેતરમાં જ ડબલ ડેકર એસી ઇલેક્ટ્રિક બસની સુવિધા રાજ્ય સરકાર તરફથી મળી હતી, પરંતુ શરૂઆતના બીજા દિવસે બસ રસ્તાંમાં જ ખોટકાઇ જતાં મુસાફરોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગરમાં મકરસંક્રાંતિના દિવસે જ ડબલ ડેકર બસ સર્વિસ શરૂ કરવામાં આવી હતી, જોકે, આ બસ બીજા દિવસે રસ્તાં પર હાઇવે પર જ ખોટકાઇ જતાં નવી સર્વિસની લીરેલીરા ઉડ્યા હતાં. મકરસંક્રાંતિના દિવસથી ગાંધીનગર - અમદાવાદ ડબલ ડેકર બસ શરૂ કરાઇ હતી, પરંતુ મંગળવારે અડાલજ નજીક આ નવી અત્યાધુનિક એસી ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ ખોટકાઇ ગઇ હતી. આ પછી બસનું સંચાલન કરતી ખાનગી કંપનીએ મિકેનીક બોલાવી બસ રિપેર કરવી હતી. બસની શરૂઆતના બીજા જ દિવસે ખોટકાઇ જવાની વાતને લઇને મુસાફરોની વચ્ચે બસ સર્વિસ હંસી મજાકનું પાત્ર બની હતી.
હવે વિદેશની જેમ અમદાવાદમાં પણ દોડશે ડબલ ડેકર બસ, જાણો શું છે AMC નો પ્લાન
હવે વિદેશની જેમ અમદાવાદમાં પણ ડબલ ડેકર બસો દોડતી જોવા મળશે. હકિકતમાં એએમસી અમદાવાદમાં આ બસો દોડવવાની યોજના બનાવી રહી છે. AMTS માટે આગામી સમયમાં 25 ડબલ ડેકર બસ વસાવવામાં આવશે. પ્રયોગાત્મક ધોરણે અમદાવાદમા SP રિંગ રોડ ઉપર ચકાસણી કરવામાં આવશે. આ ઉપરાંત 10 જેટલી 18 આર્ટિકયુલેટેડ બસ વસાવવામાં આવશે. વિદેશમાં ચાલતી બસ 18 મીટર લાંબી હોવાથી શહેરના માર્ગો ઉપર ચકાસણી કરવામાં આવશે.
AMTS અને BRTSના ભાવમાં થયો ફેરફાર
તો બીજી તરફ AMTS અને BRTS ના ભાવમાં દસ વર્ષ બાદ સુધારો કરવામાં આવ્યો છે. અલગ અલગ છ સ્લેબમાં બંને બસની ટિકિટના દર એકસમાન કરાયા છે.આગામી સમયમાં AMTS ની AC બસો રોડ ઉપર દોડાવવામાં આવશે. 25 ડબલ ડેકર AMTS બસો પણ દોડાવવાનું આયોજન છે.
જો તમે AMTS અથવા BRTS ની મુસાફરી કરો છો તો 1 જુલાઈથી નવા ભાવ ચૂકવવા પડશે. AMTS અને BRTS દ્વારા છ સ્લેબમાં ટિકિટના દર જાહેર કરવામાં આવ્યા છે.AMC નું માનવું છે કે ભાવમાં સુધારો કરવાથી છુટા નાણાંની સમસ્યા ઉભી નહિ થાય. 1 જુલાઈથી જે નવો ભાવ વધારો અમલી થવાનો છે. તેના ભાવ ઉપર નજર કરવામાં આવે તો,
કિલોમીટર દર
0-3 05
3-5 10
5-8 15
8-14 20
14-20 25
20 થી વધુ 30
આ ઉપરાંત આગામી ત્રણ મહિનામાં AMTS ની 100 એર કન્ડિશન બસો પણ ખરીદી કરવામાં આવશે.જેના માટે 15 દિવસમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે.કુલ 325 બસો નવી ખરીદી કરવામાં આવશે જેમાંથી 300 ઇલેક્ટ્રિક બસોની ખરીદી કરવામાં આવશે. AMC ના મોટા નિર્ણય અનુસાર 25 ડબલ ડેકર બસ ખરીદી કરવામાં આવશે જેના માટે અમદાવાદના માર્ગો ઉપર પરીક્ષણ કરવામાં આવશે તો 10 જેટલી બસો 18 મીટર લાંબી ખરીદી કરવામાં આવશે જેનું પણ શહેરના માર્ગ ઉપર ચેકીંગ કર્યા બાદ તેનો ઉપયોગ કરવો કે કેમ તે અંગે નિર્ણય કરાશે.