યુવતીની ફરિયાદ પ્રમાણે કમલ નારાયણ રાય સાથે તે મેટ્રોમોનિયલ સાઇટ મારફતે સંપર્કમાં આવી હતી. બંનેના સબંધ લગ્ન કરવા સુધી પહોંચ્યા હતા અને પરિવારમાં પણ આ મામલે વાતચીત થઇ હતી. ત્યાર બાદ કમલ રાયે તેને ગાંધીનગર તેડાવી હતી. યુવતી ગાંધીનગર આવી હતી અને હોટેલમાં ત્રણ દિવસ રોકાઇ હતી. એ વખતે બંને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા. રાયે ત્યાર બાદ સેક્ટર-૮માં પીજીમાં રહેવાની સગવડ કરી આપી હતી. આ દરમિયાન અધિકારીએ તેની સાથે શારીરિક સબંધ પણ બાંધ્યો હતો. બંનેના લગ્ન મામલે પરિવારજનોને પણ જાણ કરવામાં આવી હતી.
આ પછી અધિકારીએ લગ્ન કરવા હોય તો ૫૦ લાખની માંગણી કરી તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આ ઘટનામાં પોલીસે અધિકારીની ધરપકડ કરી હતી. કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.
જે અધિકારીની ધરપકડ કરાઈ છે તેનું નામ કમલ નારાયણ રાય છે. આ અધિકારી કર્મયોગી ભવનમાં આવેલ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગમાં ટેકનિકલ ઓફિસર છે.