ગાંધીનગરઃ ગુજરાતમાં ઘટતા કોરોના સંક્રમણ વચ્ચે ફરીથી કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ગાંધીનગરમાં આવેલી ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં કોરોના કેસ નોંધાયા હતા. આજે ફરીથી નેશનલ લૉ યુનિવર્સિટીમાં નવા 8 કોરોના કેસ નોંધાયા હતા. આ નવા 8 કેસ સાથે કુલ કેસનો આંક 72 પર પહોંચ્યો છે. 


જિનોમ સિક્વન્સમાં થયો ખુલાસોઃ
ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીમાં અચાનક વધેલા કોરોના કેસને લઈને તંત્ર હરકતમાં આવ્યું હતું. આ કોરોના સંક્રમણ ફેલાવા પાછળ કયા વેરિયન્ટ જવાબદાર છે તેની તપાસ કરવા માટે કોરોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે વિદ્યાર્થીઓ હાલમાં જ કોરોના પોઝિટીવ આવ્યા હતા તેમના સેમ્પલ લઈને તેમનું જિનોમ સિક્વન્સિંગ કરવા લેબમાં મોકલાયા હતા. આ જિનોમ સિક્વન્સિંગનો રિપોર્ટ આવી ગયો છે અને તેના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ઓમિક્રોન ઓમિક્રોન BA-2 વેરિયન્ટથી નેશનલ લૉ યુનિવર્સિટીમાં કોરોના ફેલાયો છે. 


સુપ્રીમ કોર્ટે સજા પર સ્ટે આપતાં હાર્દિક પટેલે ચૂંટણી લડવા મુદ્દે કર્યો ખુલાસો:


નવી દિલ્લીઃ પાટીદાર નેતા હાર્દિક પટેલ મુદ્દે સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો છે. તેમજ સુપ્રીમ કોર્ટે આ મુદ્દે હાઈકોર્ટની પણ ટિકા કરી છે. સુપ્રીમ કોર્ટે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા રમખાણો અને આગજની મામલે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની અપીલ પર ચુકાદો આવે ત્યા સુધી દોષિત ઠેરવવા સામે મનાઇ હુકમ ફરમાવ્યો છે. આ સમયે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સંબંધિત હાઈકોર્ટને પણ સજા પર રોક લગાવવાની જરૂર હતી. 


હવે આ મુદ્દે હાર્દિક પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. તેણે ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી છે કે, ફક્ત ચૂંટણી લડવી એ જ મારો ઇરાદો નથી, પરંતુ ગુજરાતના લોકોની સેવા મજબૂતીથી કરી શકું એજ મારો ઉદ્દેશ છે. આજથી ત્રણ વર્ષ પહેલા મારી સામે થયેલા ખોટા કેસમાં મને બે વર્ષની સજા થઈ હતી, પરંતુ આજે સુપ્રીમ કોર્ટે બે વર્ષની સજા પર સ્ટે આપી દીધો છે, હું ન્યાયપાલિકાનો હૃદયથી ધન્યવાદ કરું છું.