ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 યોજવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાન મોદી 10 જાન્યુઆરીએ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો પ્રારંભ કરાવશે.પાંચ દેશોના પ્રધાનમંત્રી સમિટમાં ભાગ લેશે.  મળતી જાણકારી અનુસાર પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી સહિત ચાર દેશના પ્રધાનમંત્રી 10 જાન્યુઆરીએ વાયબ્રન્ટ સમિટની શરૂઆત કરાવશે. વિવિધ 15 દેશના મંત્રીઓ વાયબ્રન્ટ ગુજરાતમાં ઉપસ્થિત રહેશે. 26 દેશ પાર્ટનર કંન્ટ્રી તરીકે  જોડાશે. તે સિવાય મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, કે.એમ બિરલા સહિતના અનેક ઉદ્યોગપતિઓ પણ વાઇબ્રન્ટમાં હાજર રહેશે.


વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સમિટ માટે પાર્ટનર દેશો પાસેથી, બિઝનેસ લિડર,વિવિધ રાજયોના વડા અને રાજ્ય સરકારો,અને ઉદ્યોગો પાસેથી અભુતપુર્વ પ્રતિસાદ સાંપડયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ને મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે તારીખ 10મી જાન્યુઆરીએ વિવિધ ક્ષેત્રના નેતાઓ, બિઝનેસ લીડર અને ભારત તથા વિદેશના રોકાણકારોની હાજરીમાં ખુલ્લી મુકશે.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2022માં સૌ પ્રથમવાર પાંચ દેશોના વડાપ્રધાન ખાસ ઉપસ્થિત રહેશે અને તેમાં રશિયાના વડાપ્રધાન શ્રી મિખાઇલ મિશુસ્ટિન ,મોઝામ્બિકના રાષ્ટ્રપતિ શ્રી ફિલિપ જેકિન્ટો ન્યુસી, મોરેશિયસના વડા પ્રધાન શ્રી પ્રવિંદ જુગનાથ, નેપાળના વડા પ્રધાન શ્રી શેર બહાદુર દેઉબા અને સ્લોવેનિયાના વડા પ્રધાન શ્રી જાનેઝ જાન્સાનો સમાવેશ થાય છે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 26 દેશો પાર્ટનર કન્ટ્રી-દેશ તરીકે જોડાયા છે જે આંતરરાષ્ટ્રીય બિઝનેસ અને જોડાણને વધુ મજબુત બનાવશે. છેલ્લા બે દાયકાથી આ સમિટને પગલે વિશ્વ માટે ગુજરાતએ ગેટવે ઓફ ઇન્ડિયાની ભુમિકા ભજવી રહ્યુ છે. અગ્રણી દેશો જેવા કે જર્મની ,ફ્રાંસ, ઇટલી, કેનેડા,ઓસ્ટ્રેલિયા, જાપાન , રશિયા ઇઝરાયલ, સિંગાપોર,સ્વિડન, સાઉથ કોરિયા, ડેન્માર્ક, અને ફિનલેન્ડ સહિત અન્ય દેશો સમિટમાં ભાગ લેશે ઉપરાંત, હજુ વધુ દેશો જોડાઇ રહ્યા છે. અને આ દેશો રાજયમાં બિઝનેસની નવી તકો શોધશે. આમ આ દેશો સાથેનો સતત સહયોગ ગુજરાતને એક ગ્લોબલ બિઝનેસ માટેનું "મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટીનેશન" બનાવે છે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022એ વિશ્વને ગુજરાતમાં રોકાણની તકોના નિદર્શન માટે તૈયાર છે. અને બિઝનેસના વડા અને સીઇઓની હાજરીમાં વિશાળ સમિટ તમામને આવકાવા તૈયાર છે. આ સમિટમાં અલ્તાન અહેમદ બિન સુલેમ (ડી પી વર્લ્ડ ),ડીડીઅર કાશીમાઇરો (રોસનેફટ), ટોની ફાઉન્ટેન (નયારા એનર્જી લિ.) , તોશિહિરો સુઝુકી (સુઝુકી મોટર કોર્પ ), ડો. વિવેક લાલ  (ગ્લોબલ એટોમીક્સ ગ્લોબલ કોર્પોરેશન), મઇડા તાડશી  (જાપાન બેંક ફોર ઇન્ટરનેશલ કોઓપરેશન), શૈલ ગુપ્તે (બોઇંગ ઇન્ડિયા પ્રા, લિ ) અને વિલીયમ બ્લેર  (લોકડીહ માર્ટીન ઇન્ડિયા પ્રા, લિ) ખાસ હાજરી આપશે.

અગ્રણી ભારતીય ઉદ્યોગપતિ આ સમિટમાં હાજરી આપશે તેમાં મુકેશ અંબાણી ( આરઆઈએલ ),ગૌતમ અદાણી (અદાણી ગ્રુપ ), કે એમ બિરલા ( આદિત્ય બિરલા ગ્રુપ), સુનિલ ભારતી મિત્તલ (ભારતી એન્ટરપ્રાઇસ), અશોક હિન્દુજા (હિન્દુજા ગૃપ), એન. ચંદ્રશેખરન ( ટાટા ગ્રુપ), અને હર્ષ ગોએન્કા (RPG ગ્રુપ) ખાસ હાજરી આપશે, ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓની હાજરીમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટએ ગુજરાતની ઉદ્યોગસાહસિકતાને સાકાર કરવા કટિબધ્ધ છે. સાથે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા સજ્જ છે.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓ અંગે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “સમિટ અંગે અમને મળેલા પ્રતિસાદથી અમે ઉત્સાહિત છીએ અને વિશ્વાસ છે કે ગુજરાત રાજય માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતની ઘોષણાને સાર્થક કરશે. આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022એ તમામ અપેક્ષાઓ પુર્ણ કરવાની સાથે આગામી સમયના વૃધ્ધિનો પાયો મજબુત કરશે."