Gandhinagar Politics News: ગુજરાતમાં ધનુર્માસ ઉતરતાની સાથે જ ફરી એકવાર ભાજપે ઓપરેશન લૉટસની શરૂઆત કરી દીધી છે, છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાત ભાજપે કેટલાય મોટા કોંગ્રેસી નેતાઓને બીજેપીમાં સામેલ કર્યા છે, હવે આ લિસ્ટમાં વધુ એક બે મોટા નેતાઓ આજે કોંગ્રેસનો છેડો ફાડીને બીજેપીમાં સામેલ થશે. જેમાં ચિરાગ કાલરિયા અને બાલકૃષ્ણ પટેલના નામે સામેલ છે. 


મળતી માહિતી પ્રમાણે, આજે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો કેસરિયા ધારણ કરવાના છે. કોંગ્રેસના 2 પૂર્વ ધારાસભ્યો  ભાજપમાં જોડાશે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરીયા  ભાજપમાં જોડાશે, આ ઉપરાંત બીજા નેતા તરીકે થોડાક સમય પહેલા ભાજપમાંથી જ કોંગ્રેસમાં ગયેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ પણ ઘરવાપસી કરશે. 2017માં ચિરાગ કાલરીયા જામજોધપુર બેઠક પરથી કોંગ્રેસની ટિકીટ પરથી ચૂંટણી જીત્યા હતા, જ્યારે બાલકૃષ્ણ પટેલ 2022માં ડભોઇ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રહ્યાં હતા. 


ગુજરાત કોંગ્રેસને વધુ એક ફટકો, OBC સેલના પ્રમુખ ઘનશ્યામ ગઢવીએ રાજીનામુ આપ્યુ,  કેસરિયો ધારણ કરશે


લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને એક પછી એક મોટા રાજકીય ફટકા પડવાનું શરૂ થઇ ગયુ છે. આજે સમાચાર છે કે, વધુ એક કોંગ્રેસી દિગ્ગજે પાર્ટીનો છેડો ફાડ્યો છે. અમદાવાદમાંથી ગુજરાત કોંગ્રેસ ઓબીસી સેલના પ્રમુખ ઘનશ્યામ ગઢવીએ પાર્ટીને બાય બાય કહી દીધુ છે, ઘનશ્યામ ગઢવીએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું છે, આ સાથે જ અન્ય 200થી વધુ કોંગ્રેસી કાર્યકરોએ પણ પાર્ટી છોડી છે. આ તમામ લોકો  કેસરિયો ધારણ કરવાની વાત પણ સામે આવી છે. 


મળતી માહિતી પ્રમાણે, ગુજરાત કોંગ્રેસને એક પછી એક ફટકા પડી રહ્યાં છે. હાલમાં જ પાર્ટીના દિગ્ગજ નેતા ગણાતા સીજે ચાવડા સહિતના કેટલાક નેતાઓ પાર્ટીને બાય બાય કહી ચૂક્યા છે, ત્યારે હવે સંગઠન માળખાના નેતાઓ પણ પાર્ટી છોડવા માટે લાઇનમાં લાગ્યા છે. હાલમાં જ સમાચાર છે કે, ગુજરાત કોંગ્રેસ OBC સેલના પ્રમુખ ઘનશ્યામ ગઢવીએ રાજીનામું ધરી દીધુ છે. ઘનશ્યામ ગઢવી આજે કોંગ્રેસ છોડી ચૂક્યા છે. ઘનશ્યામ ગઢવી ઉપરાંત ગુજરાત કોંગ્રેસની વિચારતી અને વિમુક્તી જાતિ સમિતિના પ્રમુખ જસવંત યોગીએ પણ આજે પક્ષમાંથી રાજીનામું આપ્યુ છે. આ ઉપરાંત OBC સેલના અન્ય હોદ્દેદારો અને જિલ્લા સમિતિના અંદાજિત 200 લોકોએ રાજીનામાં આપ્યા છે. રાજીનામા પાછળનું કારણ પણ સામે આવ્યુ છે, રામ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠાનું આમંત્રણ ના સ્વીકારતાં પાર્ટીના નેતાઓ પાર્ટીમાંથી રાજીનામા આપી રહ્યાં છે. રાજીનામા આપેલા આ તમામ નેતાઓ આજે 12 વાગે કેસરિયો ધારણ કરીને ભાજપમાં વિધિવત રીતે સામેલ થશે.


અમદાવાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખનું રાજીનામું, આવતીકાલે ભાજપમાં જોડાશે 


લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો હતો. મળતી જાણકારી અનુસાર, અમદાવાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બળવંતસિંહ ગઢવીએ પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું. તેઓ સોમવારે ભાજપમાં જોડાશે.


2022ની વિધાનસભાની ચૂંટણીમાં બળવંતસિંહ ગઢવી વટવા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. આ તરફ ગુજરાત ઓબીસી સેલના પ્રમુખ ઘનશ્યામ ગઢવીએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાનું આમંત્રણ કોંગ્રેસે ન સ્વીકારતાં રાજીનામું આપ્યું હોવાની વાત કરવામાં આવી રહી છે. ઘનશ્યામભાઇ પણ સોમવારે ભાજપમાં જોડાશે. ચારણ સમાજના અગ્રણીએ કોંગ્રેસ સાથે છેડો ફાડતા પક્ષ તૂટવાનો સિલસિલો યથાવત રહ્યો હતો.

ગુજરાત કોંગ્રેસ OBC સેલના પ્રમુખ ઘનશ્યામભાઈ ગઢવીએ પણ રાજીનામું આપ્યું હતું. ગુજરાત કોંગ્રેસ વિચરતી અને વિમુક્ત જાતિ સમિતિના પ્રમુખ જસવંત યોગીએ પણ રાજીનામું આપ્યું હતું. OBC સેલના અન્ય હોદ્દેદારો અને જિલ્લા સમિતિના અંદાજિત 200 લોકોએ રાજીનામા આપ્યા હતા. રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાનું આમંત્રણ ન સ્વીકારતાં રાજીનામું આપ્યું હતું. આવતીકાલે 12 વાગે તમામ લોકો ભાજપમાં જોડાશે.


લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે ત્યારે ગુજરાત કોંગ્રેસે તૈયારીઓ શરુ કરી દીધી છે. આજે અમદાવાદની બે બેઠકો માટે પ્રભારી નિમવામાં આવ્યા છે. નોંધનિય છે કે, હાલમાં ગુજરાતની 26માંથી 26 બેઠક બીજેપી પાસે છે. એવામાં કોંગ્રેસ પોતાનું પ્રદર્શન સુધારવા વધુ મહેનત કરી રહી છે.