Pre Vibrant Summit, Gandhinagar News: ગુજરાતમાં આજે દુનિયામાં સૌથી ઝડપી અને સૌથી સારી રીતે વિકાસની હરણફાળ ભરવા માટે તૈયાર છે, આજે ગુજરાત માટે મોટો દિવસ છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આજે 15મી ડિેસેમ્બરે ગાંધીનગરના મહત્મા મંદિર ખાતે એક મેગા સેમિનારનુ આયોજન થઇ રહ્યુ છે, આજે મહાત્મ મંદિર ખાતે બપોરે “લિવેબલ સીટીઝ ઓફ ટુમોરો” પર મેગા પ્રી-વાઈબ્રન્ટ સમિટ યોજાશે. 


આજે બપોરે ગાંધીનગરના મહાત્મા મંદીર ખાતે પ્રી વાઈબ્રન્ટ સમિટ અંતર્ગત સેમિનાર યોજાશે. “લિવેબલ સીટીઝ ઓફ ટુમોરો” પરના આજના સેમિનારમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. સેમિનાર અંતર્ગત ગુજરાતના આઈકોનિક બિલ્ડિંગ સંદર્ભે એમઓયુ થશે. ફાયર એનઓસીને લઈને રાજ્યમાં નવી શરૂઆત થશે. ફાયર એનઓસીની પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવશે. આજના સેમિનારમાં ટેક્નિકલ સેશનમાં વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવશે, ગિફ્ટ સિટીનો વિસ્તૃત વિસ્તારનો ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન્ટનું પણ અનાવરણ થશે. સેમિનારમાં 800થી વધુ વૈશ્વિક સહભાગીઓ હાજર રહેશે. 


મહત્વનું છે કે, અમદાવાદમાં બનનારા સાત આઈકૉનિક બિલ્ડિંગના મેગા એમઓયુ થવાના છે. આઈકૉનિક બિલ્ડિંગના રૂપિયા 4 હજાર કરોડના એમઓયુ થશે. સાત આઈકૉનિક બિલ્ડિંગ 100 મીટરથી વધુ ઉંચી હશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજસ્થાનના પ્રવાસને લઈ આજે બપોરે ઉપસ્થિત રહેશે. 


ગાંધીનગરમાં આજે 15મી ડિસેમ્બરે મેગા ઇવેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં 15 ડિસેમ્બરે “લિવેબલ સીટીઝ ઓફ ટુમોરો” પર પ્રી-વાઈબ્રન્ટ સમિટ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ સેમિનારનું ઉદ્ઘાટન કરશે, આમાં 100 મીટરથી વધુની ઊંચાઈના 7 આઇકૉનિક બિલ્ડીંગ અંગે MOU પણ આ સેમિનારમાં થશે. આ તમામ ઊંચા આઇકૉનિક 7 બિલ્ડીંગ અમદાવાદમાં બની રહી છે, અમદાવાદમાં 4 હજાર કરોડના ખર્ચે 7 આઇકૉનિક બિલ્ડીંગ આગામી સમયમાં બનશે. અત્યારના સમયમાં 48% શહેરીકરણ સાથે ગુજરાત “લિવેબલ સીટીઝ ઓફ ટુમોરો” બનવા તરફ આગળ વધી રહ્યું છે. 


“લિવેબલ સીટીઝ ઓફ ટુમોરો” સેમિનારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના રાજ્ય મંત્રી કૌશલ કિશોર પણ ઉપસ્થિત રહેશે, આ ઉપરાંત વિવિધ સંસ્થાઓ, ઉદ્યોગ અગ્રણીઓ, શિક્ષણવિદો, સરકારી અધિકારીઓ સહિત 800થી વધુ વૈશ્વિક સહભાગીઓ હાજર રહેશે. આ પ્રી-વાઈબ્રન્ટ સમિટમાં ગુજરાતના તમામ મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ હાજર રહેશે. સિટી પ્લાનર અને બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા બિલ્ડર અને વેવલપર્સ આ કાર્યક્રમમાં જોડાશે.