Gandhinagar:  ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી આજથી ધરણા પ્રદર્શન કરશે. કર્મચારીઓ OPS લાગુ કરવા અને ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવાની માંગ સાથે ધરણા પ્રદર્શન કરશે. ગાંધીનગરમાં આજથી સંયુક્ત કર્મચારી મોરચો ધરણા પ્રદર્શન કરશે. બપોરે 12થી 3 વાગ્યા સુધી સરકારી કર્મચારીઓ પ્રદર્શન કરશે. નોંધનીય છે કે 16 સપ્ટેમ્બરના રોજ મંત્રી સાથેની બેઠકમાં તેમના પ્રશ્નનો કોઇ ઉકેલ ના આવતા પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો હતો.


કર્મચારીઓની માંગણી છે કે કેંદ્રના ધોરણે બાકી પગાર ભથ્થા ચૂકવવામાં આવે. તે સિવાય GPFમાં કર્મચારીના 10 ટકા સામે સરકાર 14 ટકા રકમ જમા કરાવે તેવી માંગ કરવામાં આવી છે.


જૂની પેન્શન સ્કીમ, ફીક્સ પગાર પ્રથા નાબૂદ કરી કાયમી ભરતી કરવા, કેન્દ્રના ધોરણે પગાર પંચ, GPFમાં કર્મચારીના 10 ટકા સામે સરકાર 14 ટકા રકમ જમા કરાવે સહિતના પડતરના પ્રશ્ને આજે બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી ધરણા કરવામાં આવશે. આ વિરોધ પ્રદર્શનમાં ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના પદાધિકારીઓ અને કર્મચારીઓ સામેલ થશે.  16 સપ્ટેમ્બરના મંત્રીઓ સાથે બેઠક મળી હતી. જોકે જે પ્રશ્નનું નિરાકરણ આવ્યું હતું અને સરકાર તરફથી ખાતરી અપાઈ હતી તેનો પણ અમલ નહીં થતા હવે ધરણા યોજી વિરોધ દર્શાવશે. ધરણા પ્રદર્શનને લઈ રાજ્યભરમાંથી કર્મચારીઓ ગાંધીનગર પહોંચશે.



હિંસાત્મક ગુનામાં ગુજરાત કેટલામાં સ્થાને?

મંત્રી હર્ષ સંઘવીએ નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરો દ્વારા વર્ષ-૨૦૨૨ માટે જાહેર કરાયેલા આંકડાને ટાંકીને કહ્યુ કે, ૩૬ રાજ્યોમાંથી ગુજરાતનુ સ્થાન હિંસાત્મક ગુનામાં ૩૧માં સ્થાને, મહિલાઓ સામેના ગુનાઓમાં ૩૩માં ક્રમે ( ગુજરાતની પાછળ જે રાજ્યનો ક્રમ આવે છે તેની વસતિ રાજ્યના એક મહાનગર જેટલી છે ), બાળકો સામેના ગુનાઓમાં ૨૭માં ક્રમે, શરીર સબંધિત ગુનામાં ૩૦માં ક્રમે, મિલકત વિરુધ્ધના ગુનાઓમાં ૨૮માં ક્રમે, આર્થિક ગુનાઓમાં ૩૩માં ક્રમે ગુજરાત છે. એટલે કે ગુજરાતમાં ક્રાઇમ રેટ અન્ય રાજ્યોની સરખામણીમાં ખૂબ ઓછો છે.

તેમણે કહ્યુ કે, મહિલાઓ વિરૂધ્ધના ક્રાઈમ રેટમાં ગુજરાતનું સ્થાન ૩૩માં સ્થાને છે. મહિલા વિરૂધ્ધના ગુનાઓ નિયંત્રણમાં રહેવાના ચોક્કસ કારણોમાં રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા અનેક ઇનિશિયેટીવ છે. જેમાં અલાયદો મોનીટરીંગ સેલ, ડાયરેકટર ઓફ પ્રોસીક્યુશનમાં વિશેષ જગ્યા, સ્પેશીયલ પી.પી., સ્પેશીયલ કોર્ટ/ફાસ્ટેક કોર્ટ, ૨૪*૭ ‘‘અભયમ’’ મહિલા હેલ્‍પ લાઇન ‘૧૮૧’, SHE TEAM, Women Help Desk (WHD), ITTSO પોર્ટલ, સીનીયર સીટીજન સેલ તેમજ ચાઇલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન/બાળ કોર્નરનો સમાવેશ થાય છે.