Gandhinagar: આજે ગાંધીનગરમાં જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીના લલાટ પર સૂર્ય તિલક અનોખો પ્રસંગ કરવામાં આવ્યો હતો. ગાંધીનગરના કોબામાં આવેલા જૈન દેરાસરમાં મહાવીર સ્વામીના લલાટ પર સૂર્ય તિલકનો અનોખો દિવ્ય પ્રસંગ બન્યો હતો, આ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યાં હતા. 


22મી મેંનાં દિવસે કોબાનાં મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં આજે 36મો સૂર્ય તિલકનો દિવ્ય પ્રસંગ યોજાયો હતો. 2 વાગ્યે અને 7 મીનિટે સૂર્ય ભગવાને મહાવીર સ્વામિનાં લલાટ પર તિલક કર્યું હતુ, અને સતત પાંચ મિનિટ સુધી મહાવીર સ્વામિનાં ભાલ પર સૂર્ય તિલક જોવા મળ્યું હતુ. જોકે આ નજારો જોવા માટે દૂર દેશાવરથી ભાવિક ભક્તો ઉમટી પડ્યાં હતા. આ કોઇ ચમત્કાર નથી એક સાયન્ટીફિક યોગ છે. આ દેરાસરની રચના ખગોળશાસ્ત્ર, જયોતિશાસ્ત્રનાં સમનવ્યથી કરવામાં આવી છે. કૈલાસ સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા હતાં, ત્યારે તેમની સમાધિની તારીખ 22 મે બે ને સાત મિનિટ હોવાથી તેમના શિષ્યોએ આ દિવસ તમામ લોકોને યાદ રહે તે હેતુથી આ દેરાસરની રચના કરવામાં આવી. 


 


કેંદ્રીય ગૃહમંત્રી  અમિત શાહે પોતાના મત વિસ્તારમાં 400 કરોડના કામનું ખાતમૂર્હત અને લોકાપર્ણ કર્યું


કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના મતવિસ્તારની મુલાકાતે આવ્યા છે. શનિવાર 20 મેએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ઓડિટોરિયમમાંથી તેમણે  ગાંધીનગર કોર્પોરેશનના 400 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર હિતેશ મકવાણા તેમજ સ્થાનિક કોર્પોરેટર તેમજ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. 


ગાંધીનગર મનપાના કાર્યક્રમમાં કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહે નિવેદન આપતા કહ્યું કે  કૉંગ્રેસના શાસનમાં એક ચૂંટણીમાં રોડ મંજૂર થતો, બીજી ચૂંટણીમાં વર્ક ઓર્ડર આપે અને ત્રીજી ચૂંટણીમાં રોડ બનાવવાનું શરૂ થતુ.  નરેન્દ્ર મોદી આવ્યા પછી જેનું ખાતમુહૂર્ત કરીએ તેનું લોકાર્પણ પણ કરીએ.  4 વર્ષમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં રૂ. 16 હજાર કરોડના કાર્યો પૂર્ણ કર્યા છે.  આ એક લોકસભા મતવિસ્તારના કાર્યો બતાવે છે કે સમગ્ર ગુજરાતમાં કેટલી ઝડપથી વિકાસકાર્યો થયા હશે.