ગાંધીનગર: અમિત શાહ આજે ગાંધીનગરમાં રમાઈ રહેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં પહોંચ્યા હતા. આ  દરમિયાન ખેલાડી અને ઉપસ્થિત લોકોને મળવા માટે જ્યારે ગ્રાઉન્ડ પર ચક્કર માર્યો હતો ત્યારે એક  ઘટના બની હતી.  કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ્યારે ગ્રાઉન્ડમાં ચક્કર લગાવવા માટે ઉતર્યા ત્યારે અસંખ્ય લોકો તેમની આસપાસ હતા અને હજારો લોકોને તેઓ મળી રહ્યા હતા. 




ક્રિકેટના ગાઉન્ડ પર કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહિલા ખેલાડીઓને મળી રહ્યા હતા આ દરમિયાન અચાનક જ અમિત શાહ એક યુવાનનું બાવડું પકડે છે અને તેને તેની જગ્યા પરથી દૂર કરે છે. ત્યારબાદ અન્ય એક વ્યક્તિને પણ ત્યાંથી દૂર કરે છે. સમગ્ર વીડિયો જોઈએ તો વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે આ યુવાન મહિલા ખેલાડીઓની વચ્ચે ઉભો હતો. આ યુવક અમિત શાહને મળવા માગતો હતો અને એટલા માટે તે મહિલા ખેલાડીની વચ્ચે ઉભો હતો.


આ યુવાન મહિલા ખેલાડીઓની વચ્ચે ઉભો હતો. આ બાબત તુરંત જ અમિત શાહની નજરમાં આવી હતી.  યુવક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર જ હતો. આમ છતાં એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર તેમણે યુવકનો હાથ પકડી અને તેને મહિલાઓની વચ્ચેથી દૂર કરે છે. બરાબર તેની જ બાજુમાં અન્ય એક યુવાન પણ મહિલાઓની આગળ ઉભો હોય છે, તેને પણ આ રીતે ત્યાંથી અમિત શાહ દૂર કરે છે. 


કેંદ્રીય ગૃહમંત્રી  અમિત શાહે પોતાના મત વિસ્તારમાં 400 કરોડના કામનું ખાતમૂર્હત અને લોકાપર્ણ કર્યું


કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના મતવિસ્તારની મુલાકાતે આવ્યા છે. શનિવાર 20 મેએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ઓડિટોરિયમમાંથી તેમણે  ગાંધીનગર કોર્પોરેશનના 400 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર હિતેશ મકવાણા તેમજ સ્થાનિક કોર્પોરેટર તેમજ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. 


ગાંધીનગર મનપાના કાર્યક્રમમાં કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહે નિવેદન આપતા કહ્યું કે  કૉંગ્રેસના શાસનમાં એક ચૂંટણીમાં રોડ મંજૂર થતો, બીજી ચૂંટણીમાં વર્ક ઓર્ડર આપે અને ત્રીજી ચૂંટણીમાં રોડ બનાવવાનું શરૂ થતુ.  નરેન્દ્ર મોદી આવ્યા પછી જેનું ખાતમુહૂર્ત કરીએ તેનું લોકાર્પણ પણ કરીએ.  4 વર્ષમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં રૂ. 16 હજાર કરોડના કાર્યો પૂર્ણ કર્યા છે.  આ એક લોકસભા મતવિસ્તારના કાર્યો બતાવે છે કે સમગ્ર ગુજરાતમાં કેટલી ઝડપથી વિકાસકાર્યો થયા હશે.