ગાંધીનગરઃ ગાંધીનગર તાલુકા પંચાયત પર કોંગ્રેસની જીત થઈ છે. કોંગ્રેસના ગોપાલજી ઠાકોર પ્રમુખ અને સુરેશ પટેલ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા છે. ભાજપ પાસેથી કોંગ્રેસે બીજી ટર્મ માટે પ્રમુખ-ઉપપ્રમુખનું પદ છીનવ્યું છે. નોંધનીય છે કે, ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની અઢી વર્ષની ટર્મ પૂરી થતાં પ્રમુખ-ઉપ્રપ્રમુખ માટે ચૂંટણી યોજાઇ હતી. જેમાં કોંગ્રેસ બાજી મારી ગયું છે.
તાજેતરમાં જ બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હતી. જેમાં પણ જીલ્લા પંચાયતમાં પ્રમુખપદ માટે કોંગ્રેસના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા હતા. ભાજપ પાસે ST(અનુસૂચિત જનજાતિ) મહિલા સદસ્ય ન હોઈ કોંગ્રેસના ઉમેદવાર વાલકીબેન પારધી બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. ઉપપ્રમુખ તરીકે ભુપ્તાજી મકવાણા કોંગ્રેસમાંથી ચુંટાયા હતા.
ગુજરાતની કઈ તાલુકા પંચાયતનું પ્રમુખ-ઉપપ્રમુખ પદ કોંગ્રેસે ભાજપ પાસેથી છીનવ્યું? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Sep 2020 01:44 PM (IST)
ગાંધીનગર તાલુકા પંચાયત પર કોંગ્રેસની જીત થઈ છે. કોંગ્રેસના ગોપાલજી ઠાકોર પ્રમુખ અને સુરેશ પટેલ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -